બ્લેક મની છુપાવતા સેફ હેવનને ખતમ કરવામાં આવેઃ PM મોદી

બીજિંગ: જી-ર૦ શિખર સંમેલન ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે ટેકસ ચોરી કરીને બ્લેક મની છુુપાવતા લોકો માટે સેફ હેવન ખતમ થવું જોઇએ.

મોદીએ જણાવ્યું હતું કે વધુ પડતી બેન્કિંગ સિક્રેસી ખતમ કરવી જોઇએ. જી-ર૦ના સભ્ય દેશોનેે આ અંગેે અપીલ કરતાં જણાવ્યું હતું કે અસરકારક નાણાકીય વ્યવસ્થાપન માટે ભ્રષ્ટાચાર વિરુદ્ધ પહેલ કરવા માટે ‘સંપૂર્ણ પ્રતિબદ્ધતા’ અને આર્થિક અપરાધીઓ માટે ‘સેેફ હેવન’ ખતમ કરવાની જરૂર છે.

ચીનના પૂર્વ વિસ્તારમાં આવેલ હાંગજોઉ ખાતે આયોજિત જી-ર૦ સંમેલનના બીજા દિવસે મોદીએ પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે અસરકારક નાણાકીય વ્યવસ્થાપણ માટે ભ્રષ્ટાચાર, કાળું નાણું અને કરચોરી સામે કામ લેવું મહત્વનું છે. મોદીએ વધુમાં જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર, કાળું નાણું અને કરચોરી રોકવા ઝીરો ટોલરન્સ હોવું જરૂરી છે અને તો જ અસરકારક નાણાકીય પ્રશાસન તરફ આગળ વધી શકાશે.

You might also like