શું આપણે આ કાળાં નાણાંનો ખાતમો કરી શકીએ?

સરકાર અને દેશનો દરેક નાગરિક સાથે મળે તો આ સમસ્યાનો તુરંત નિકાલ કરી શકાય. સરકાર નીચેના મુદ્દાઓ ધ્યાનમાં લઇ શકે છેઃ
(૧) કાળાં નાણાંનો મુખ્યત્વે મોંઘી ધાતુઓ, જેમ કે સોના-ચાંદી, હીરા, પ્રોપર્ટીમાં રોકાણ કે વ્યાજ વટાવના ધંધામાં ઉપયોગ થતો હોય છે કે જેેેના દ્વારા અનર‌િજસ્ટર્ડ વ્યવહારો કરી શકાય છે. તેના ઉપર નજર રાખી સંપૂર્ણ રોક લગાવવા જેવા જરૂરી કાયદાઓનું નિર્માણ કરવું.
(ર) કાળાં નાણાંને હેતુુફેર કરી ટેક્સ ભર્યા વગર ધોળાં કરી શકાય એવા રસ્તાઓ ઉપર રોક લગાવવી. સમાન ટેક્સ સ્ટ્રકચર, જેમ કે બી.ટી.ટી., જી.એસ.ટી. લાગુ કરવાથી કાયદાકીય છૂટ મેળવી કાળું નાણું સફેદ કરવાના રસ્તાઓ ઉપર રોક લાગી શકે છે તેવા કાયદાઓને તુરંત અમલમાં લાવવા.
(૩) કાળાં નાણાંને ઝડપથી ટ્રાન્સફર કરી શકાય તેવી ચેનલો પર રોક લગાવવી.
(૪) ટેન્ડરોની પ્રક્રિયા વધુ પારદર્શી બનાવવી.
(પ) ઇમ્પોર્ટ/એક્સપોર્ટ અને ફોરેન પો‌િલસીનો ફાયદો ઉઠાવી દેશની અંદર-બહાર જતાં કાળાં નાણાંને રોકવા કાયદાકીય ફેરફારો કરવા.
(૬) ટેક્સ કન્સલ્ટન્ટને ઓડિટરની જેમ દરેક સંસ્થા સાથે સાંકળવા અને તેમની નોંધણી ફર‌િજયાત બનાવી ફરજો અને જવાબદારીઓ નક્કી કરવી.
(૭) જરૂરી બે‌ન્કિંગ સેવાનું દેશવ્યાપી નિર્માણ કરવું.
(૮) ઓછામાં ઓછાં કેશ ટ્રાન્ઝેક્શન થાય અને વધુમાં વધુ બેન્કિંગ સમજ મળી રહે તેવી વ્યવસ્થાનું નિર્માણ કરવું.
(૯) દેશના દરેક નાગરિકને બેંકિંગની સમજ મળી રહે તેવી વ્યવસ્થા ઊભી કરવી.

home

You might also like