ઝેરી સાપ ખોવાયો તો માલિકે શોધવા માટે પોસ્ટરો લગાવ્યાં

લંડનના કિંગ્સ ક્રોસ વિસ્તાર પાસેના જાહેર વિસ્તારમાં છેલ્લા દસેક દિવસથી અત્યંત ડરામણા પોસ્ટર લગાવ્યા છે. તેમાં લખ્યું છે કે વિશ્વનો અત્યંત ઝેરી ગણાતો બ્લેક મામ્બા પ્રકારનો રોઝી નામનો ૧૫ ફૂટ લાંબો સાપ તેના માલિકને ત્યાં વાડામાંથી ભાગી છૂટ્યો છે. અા સાપ ગરમાવો મળે એવી જગ્યાઓ જેવી કે વોશિગ મશીન, કારની સીટ, ગાદલાઓ નીચે તેમજ ટોઈલેટની પાછળ છુપાઈ જતો હોય છે. અા પોસ્ટરમાં સાપનો ફોટો પણ લગાવાયો છે. અા સાપ માણસ જેટલી સ્પીડે દોડી શકે છે.

You might also like