બ્લેકથી સોનાની ખરીદીમાં ઓટઃ ભાવમાં કડાકો બોલાયો

અમદાવાદ: કેન્દ્ર સરકારે પાછલા સપ્તાહે રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટો બંધ કરવાની જાહેરાત કરતાંની સાથે જ કાળાં નાણાં ધરાવતા કારોબારીઓમાં ગભરાટ જોવા મળ્યો હતો. સલામત રોકાણ તરીકે એકમાત્ર વિકલ્પ ગણાતા સોનામાં રોકાણ વધારતાં સોનાના ભાવ રાતોરાત રોકેટગતિએ ઊછળ્યા હતા. જ્વેલર્સ ગરજ અને મનફાવે તે રીતે કાળાં નાણાં ધરાવતા લોકો પાસેથી નાણાં પડાવતા હતા. એક તબક્કે બ્લેકમાં સોનાનો ભાવ ૫૦ હજાર ઉપર પહોંચી ગયેલો જોવા મળ્યો હતો, જોકે એક સપ્તાહ બાદ બ્લેકમાં સોનાના કારોબારમાં ભારે ઓટ આવી છે.

એક જ સપ્તાહમાં સોનાના ભાવમાં રૂ. ૧૦ થી ૧૨ હજારનું ગાબડું પડ્યું છે. હાલ કાળાં નાણાંથી લેવાતા સોનાના ભાવ રૂ. ૩૮ થી ૪૦ હજારની વચ્ચે બોલાઇ રહ્યા છે. સ્થાનિક બુલિયન બજારના વેપારીઓના જણાવ્યા પ્રમાણે પાછલા સપ્તાહે મોટા પ્રમાણમાં સોનાની લગડી અને બિસ્કિટનો કારોબાર થઇ ચૂક્યો છે. બજારમાં હાલ શોર્ટ સપ્લાય છે, તેમ છતાં પણ કાળાં નાણાંથી સોનું લેવાનો કારોબાર કેટલીક જગ્યાએ ધમધમી રહ્યો છે. દરમિયાન સોનાની પાછળ ચાંદીના ભાવમાં પણ ગાબડાં પડ્યાં છે. હાલ કાળાં નાણાંથી ચાંદી
ખરીદવાનો ભાવ પ્રતિકિલોએ ૪૫,૦૦૦થી ૫૦,૦૦૦ની વચ્ચે બોલાઇ રહ્યો છે.

You might also like