આતંકીઓ પર તૂટી પડવા,કશ્મીરમાં તૈનાત થશે ‘બ્લેક કેટ’કમાન્ડો

દિલ્હી:જમ્મૂ-કશ્મીરમાં હવે સેનાના જવાનોને બ્લેક કેટ કમાન્ડોનો સાથ મળવા જઈ રહ્યો છે. ટૂંક સમયમાં જ જમ્મૂ-કશ્મીરમાં બ્લેક કેટ કમાન્ડોને તૈનાત કરવામાં આવશે. જે અંગેના પ્રસ્તાવ પર ગૃહમંત્રાલય હાલ જોરસોરથી કામ કરી રહ્યું છે.

આ બ્લેક કેટ કમાન્ડો સેના પર થયેલા હુમલામાં, અથડામણ દરમિયાન અને બંધના માહોલમાં સેનાના જવાનોની મદદ કરશે. મહત્વનું છે કે, આ પહેલી વખત નથી આ પહેલા પણ કમાન્ડોને જમ્મૂ-કશ્મીરમાં તૈનાત કરવામાં આવ્યા હતા.

જોકે તેની તાકાત અને ચતૂરાઈ આતંકના ખાતમાં માટે મોટી પહેલ હશે.તે આતંકનો કાળ બનીને મેદાનમાં ઉતરશે.ત્યારે જોવું રહ્યું કે,ગૃહમંત્રાલય આ અંગેના પ્રસ્તાવને ક્યારે મંજૂરીની મહોર લગાવે છે.

ક્યારે કરવામાં આવી રચના..?

આપને જણાવી દઇએ કે, ઓપરેશન બ્લૂ સ્ટાર બાદ 1984માં NSGની સ્થાપના કરવામાં આવી હતી. ઓપરેશન બ્લૂ સ્ટાર દરમિયાન પંજાબના અમૃતસરમાં સુવર્ણ મંદિરમાં છુપાયેલાં આતંકવાદીઓનો સફાયો કરવા માંટે કરાયો હતો. આ સમયે 7500 જવાનો હતા.

‘બ્લેક કેટ’ કમાન્ડો મુંબઇમાં 26/11ના રોજ થયેલ આતંકી હુમલામાં જાન્યુઆરી 2016માં પઠાણકોટ હુમલામાં ગુજરાતના અક્ષરધામ મંદિરમાં થયેલ આતંકી હુમલાનો સામનો કરવામાંટે આ જવાનો લાવવામાં આવ્યા હતા. સંસદમાં જમા કરાવાયેલ આંકડા અનુસાર જમ્મૂ કાશ્મીરમાં ચાલુ વર્ષે જાન્યુઆરીથી માર્ચ સુધી આશરે 60 ઘટનાઓ બની હતી. જેમાં 15 જેટલા સુરક્ષાકર્મીઓ અને 17 આતંકીઓ માર્યા ગયા હતા.

You might also like