કાળીયાર શિકાર કેસ: સલમાન સહિત ચાર કલાકારોને જોધપુર કોર્ટમાં હાજર થવા આદેશ

જોધપુર: બહુચર્ચિત કાળીયાર શિકાર કેસમાં સલમાન અને બીજા કેટલાક ફિલ્મ કલાકારોના ગળે ઘંટ બંધાયો છે. આ કેસ રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મ હમ સાથ સાથ હેના શૂટિંગ દરમિયાન ફિલ્મની કાસ્ટ સલમાન, સૈફ, સોનાલી અને તબ્બુને કોર્ટના કઢેરામાં લાવીને ઊભા કરી દીધા હતા. ફરીથી આ કેસમાં 25મી જાન્યુઆરીએ કોર્ટે તમામ શામેલ કલાકારોને હાજર રહેવા માટે આદેશ કર્યો હતો.

જણાવી દઈએ કે સપ્ટેમ્બર 1998માં હમ સાથ સાથ હૈ ફિલ્મના શૂટિંગ દરમિયાન કાળીયારનો શિકાર થવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. રાજસ્થાનની હાઇકોર્ટે આ કેસમાં સલમાન ખાનને આર્મ્સ એક્ટ હેઢળ આરોપો બરખાસ્ત કર્યા હતા. જ્યારે કે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ હેઢળ સલમાન ખાન હજી પણ આરોપોથી ઘેરાયેલો છે. અને આ સંદર્ભે તેના સાથી કલાકારોને પણ કોર્ટે પેશ થવાનો આદેશ આપ્યો છે.

You might also like