અચાનક શું ફેરફારનાં કારણે પાક.સાથે વાતચીત કરાઇ : યશવંત સિન્હા

નવી દિલ્હી : થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો અને વિદેશી સચિવો વચ્ચે બેઠક યોજાઇ હતી. જો કે આ બેઠક બાદ વિપક્ષ તો ઠીક પરંતુ ભાજપમાં પણ આંતરિક વિખવાદ પેદા થયો હોય તેવું લાગી રહ્યું છે. અટલ બિહારી વાજપેયીની સરકારમાં મંત્રી રહી ચુકેલા વરિષ્ઠ નેતા યશવંત સિન્હાએ આ મુદ્દે સરકારની નીતિ પર પ્રશ્નો પેદા કર્યા છે. યશવંત સિન્હાએ કહ્યુ કે ભાજપ હંમેશા તે નીતિ પર ચાલ્યું છે કે આતંક અને વાતચીક બંન્ને એક સાથે ન થઇ શકે. સિન્હાએ સવાલ કર્યો કે એવું તે શું બદલી ગયું કે આપણે વાતચીત માટે તૈયાર થઇ ગયા ? તેમણે આ વાતચીત અંગે આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે આજે પણ એક સીઆરપીએફનાં એક કાફલા પર હૂમલો થયો છે.
અગાઉ કોંગ્રેસ પાર્ટીએ પણ ગુપચુપ રીતે ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલી વાતચીત અંગે સવાલો પેદા કર્યા હતા. કોંગ્રેસે એનડીએ સરકારે જનતાને છેતરી હોવાનું પણ જણાવ્યું હતું. પાર્ટી નેતા મનીષ તિવારીએ કહ્યું કે લોકોની સાથે આ ખુબ જ મોટી છેતરપીંડિ સરકારે કરી છે.

You might also like