VIDEO: દ્વારકાનાં રાણ ગામે EVMમાં ગરબડ, કોંગ્રેસને વોટ આપતાં દેખાયું બીજેપીનું નિશાન

દ્વારકાઃ રાણ ગામે ચૂંટણી ટાણે ઘણું મોટું ઘર્ષણ સર્જાયું છે. રાણ ગામનાં બુથ નંબર 168 પર મતદારે કોંગ્રેસનું બટન દબાવતાં ભાજપનું નિશાન દેખાયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જે બાદ મતદારો અને કોંગ્રેસે ભાજપ સામે ગાલમેલનાં આક્ષેપો લગાવ્યા છે.

ભાજપ પર ફરીથી EVMમાં ગરબડ કરી હોવાનાં કોંગ્રેસ દ્વારા આક્ષેપો લગાવવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ બે તબક્કામાં મતદાન યોજાવાનું છે. જેમાં તારીખ 9 અને 14નાં રોજ મતદાન યોજાવાનું છે. જેને લઇ આજનાં 9 તારીખનાં રોજ પ્રથમ તબક્કાનું મતદાન યોજાયું.

આ મતદાન શાંતિપૂર્ણ માહોલમાં થયું છે પરંતુ તેમ છતાં કેટલાંક વિસ્તારોમાં EVMમાં ગડબડ થઇ હોવાંની ફરિયાદો પણ સામે આવી છે ત્યારે આજે દ્રારકાનાં રાણ ગામ ખાતે બુથ નંબર 168 પર કોંગ્રેસનું બટન દબાવતાં ભાજપનું નિશાન દેખાયું હોવાંનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જો કે ત્યાર બાદ અહીં મતદારોએ ભારે હોબાળો મચાવી દીધો હતો.

You might also like