ભાજપે આપી શિવસેનાને ચેતાવણી

નવી દિલ્હી: કેન્દ્ર સરકારમાં સહયોગી શિવસેના લાંબા સમયથી મોદી સરકારને નિશાન બનાવી રહી છે અને તેમની પર ટિકા ટિપ્પણીઓ કર્યા કરે છે. છેવટે તેમને સરકારનો જવાબ મળી ગયો. સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે ટિકા અને ગઠબંધન એકસાથે ચાલી શકશે નહીં.

કેન્દ્રીય પર્યાવરણ અને વન મંત્રી પ્રકાશ જાવડેકરે એક ટીવી ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, ‘શિવસેના અમારી જૂની સહયોગી પાર્ટી છે. તેની સાથે 1984થી ગઠબંધન છે. બાળા સાહેબના સમયથી હું આ ગઠબંધનનો સાક્ષી છું. અમારા સંબંધ મજબુત છે પંરતુ મારુ માનવું છે કે શિવસેનાના કેટલાક નેતાઓ ભાજપની સફળતા પચાવવા માટે સમર્થ નથી.

જાવડેકરે વધુમાં એમ પણ કહ્યું કે, મારું માનવું છે કે ગઠબંધનમાં સામેલ રહેવું અને સતત ટીકાઓ કરવી એ એક સાથે બની ન શકે. હાલના દિવસોમાં શિવસેનાએ અનેકવાર ભાજપ અને નરેન્દ્ર મોદી સરકાર પર વાકપ્રહારો કર્યાં છે.

મોદી સરકારના બે વર્ષ પૂરા થયાના અવસરે શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં લખેલા તંત્રીલેખમાં પાકિસ્તાન સાથે વાતચીત, મોંઘવારી, ખેડૂતોની આત્મહત્યા અને બ્લેક મની પાછુ લાવવા કરેલા વાયદા સંબધી મુદ્દો પર સરકારની ટીકાઓ કરી હતી. તાજેતરમાં જ પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ હતી જેમાં ભાજપને આસામમાં જે જીત મળી તેના ઉપર પણ શિવસેનાએ કહી દીધુ હતું કે વિધાનસભાના પરિણામો એ દર્શાવે છે કે રાષ્ટ્રીય પક્ષ સ્થાનિક પક્ષોને પછાડવામાં સક્ષમ નથી.

You might also like