રાહુલ ગાંધીએ ભાજપ પર કર્યા પ્રહાર, ”2019માં દલિત વિરોધી સરકારને હરાવીશું”

કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે રાજધાટ પર ઉપવાસ રાખ્યા પછી કેન્દ્ર સરકાર પર નિશાનો સાધ્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યુ કે, ”આજે દેશમાં જે માહોલ છે જે ભાજપના કારણે છે.” રાહુલે આરોપ લગાવતા કહ્યુ કે, ”ભાજપની વિચારધારા દેશને વિભાજિત કરવાની છે અને દલિતોનું શોષણ કરવાનું છે.” રાહુલે આરોપ લગાવ્યો કે, ”ભાજપ દલિત વિરોધી છે, અમે 2019માં તેમને હરાવી રહીશું.” તમને જણાવી દઇએ કે, રાહુલ ગાંધીએ ભાજપ સરકાર પર દલિત વિરોધી હોવાનો આરોપ લગાવીને તેમના વિરુદ્ઘમાં આ ઉપવાસ રાખ્યો હતો.

ઉપવાસ પછી રાહુલે પત્રકારો સાથે વાત કરતા કહ્યુ કે, ”ભાજપની વિચારધારા આદિવાસીઓ અને લઘુમતી ધરાવતા લોકોનું શોષણ કરવાનું છે. અમે ભાજપની વિચારધારાની વિરુદ્ઘમાં અહીંયા ઉભા છીએ અને જિંદગીભર ઉભા રહીશું. અમે ભાજપને 2019માં હરાવીને બતાવીશું.” તમને જણાવી દઇએ કે, રાહુલ ગાંધીના ઉપવાસ પર તે સમયે વિવાદ થયો જ્યારે કોંગ્રેસના અધ્યક્ષની સાથે રાજધાટ પર પહોંચેલા પાર્ટીના કેટલાક નેતાઓએ છોલેભટૂરે ખાતી ફોટો વાયરલ થઇ હતી. જોકે રાહુલ ગાંધી તરફથી આ અંગે કોઇ વાત કરવામાં આવી નથી.

 

કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યુ કે, ભાજપના સાંસદ અમે જણાવે છે કે, ”મોદીજી દલિત વિરોધી છે. તેઓ દલિતોનું હિત નથી ઇચ્છતા. દેશભરની જનતા જાણે છે કે પ્રધાનમંત્રી મોદી દલિત વિરોધી છે હવે કંશુ છૂપાયેલું નથી.”

You might also like