VIDEO: ભાજપ સૌરાષ્ટ્રમાંથી આગામી ચૂંટણીમાં દિગ્ગજોને ઉતારી શકે છે મેદાનમાં

ગુજરાતઃ આગામી વિધાનસભાની ચૂંટણી માટે પાર્ટીઓ જીતવા માટે એડીનો જોર લગાવી રહી છે. ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ દિગ્ગજોને મેદાનમાં ઉતારી શકે છે. ભાજપે સૌરાષ્ટ્રમાં દિગ્ગજ નેતાઓને ચૂંટણીમાં ઉતારવાનું નક્કી કર્યું છે. મળતી માહિતી મુજબ ભાજપ ચૂંટણીમાં દિલીપ સંઘાણીને ધારીમાંથી ઉમેદવાર બનાવે તેવી શક્યતા છે. હિરા સોલંકી રાજુલામાંથી ચૂંટણી લડશે. બાવકુ ઉંઘાડ અમરેલી બેઠક પરથી ચૂંટણી લડશે. જ્યારે બાબરામાંથી ગોપાલ વસ્ત્રાપરા ચૂંટણીનાં ઉમેદવાર બનશે.

દિલીપ સંઘાણી:
પૂર્વ કૃષિમંત્રી તેમજ અમરેલીનાં પૂર્વ સાંસદ છે તેમજ હાલ ગુજકોનાં ચેરમેન છે તેમજ અમરેલી જિલ્લા બેન્કનાં ચેરમેન છે તેમજ અનેક સામાજીક સંસ્થાઓ સાથે સંકળાયેલા
પણ છે. તેઓ તમામ વર્ગોમાં લોકચાહના ધરાવે છે.

હીરાભાઈ સોલંકી:
મૂળ ગુજરાત કોળી જ્ઞાતિનાં પ્રથમ નેતા અને રાજુલામાં સતત ચાર ટમથી ચૂંટાઈ આવે છે અને આ વિસ્તારમાં તમામ વર્ગોમાં તેઓ ખૂબ લોકપ્રિય છે.

બાવકુ ઉંઘાડ:
મૂળ વડિયાનાં વતની છે અને કેશુભાઈની સરકારમાં તેઓ સાંસ્કૃતિક મંત્રી હતાં. મોદી સરકારમાં તેઓ ભાજપ છોડી કૉંગ્રેસમાં જોડાયા અને 2012માં કૉંગ્રેસમાંથી તેઓ ચૂંટણી જીત્યા હતાં. બાદમાં 2014માં તેઓ ફરી ભાજપમાં જોડાયા અને પેટા ચૂંટણીમાં 2000 મતે હનુ ભાભા ધોરાજી સામે જીતી ફરી તેઓ ભાજપનાં ધારાસભ્ય થયાં.

ગોપાલ વસ્ત્રાપરા:
મૂળ બાબરાનાં ચમારડીનાં છે અને સુરતનાં જમીન વ્યવસાય સાથે સંકળાયેલા છે તેમજ વતન બાબરામાં દર વર્ષે સમૂહ લગ્ન અને બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ તેઓ કરે છે તેમજ સ્વચ્છ પ્રતિભા ધરાવે છે.

1- દિલીપ સંઘાણી-ધારી
2- હિરા સોલંકી-રાજુલા
3- બાવકુ ઉંઘાડ-અમરેલી
4- ગોપાલ વસ્ત્રાપરા- બાબરા

You might also like