યૂપી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મળશે સ્પષ્ટ બહુમતી : સર્વે

નવી દિલ્હી : યૂપી વિધાનસભા ચૂંટણી પરિણામ એકતરફી ભાજપનાં પક્ષમાં જઇ રહ્યાનું અનુમાન લગાવાઇ રહ્યું છે. હાલમાં જ થયેલા એક સર્વેમાં યૂપી વિધાનસભાની 403 સીટોમાંથી ભાજપ 202 સીટો પ્રાપ્ત કરી રહ્યાના આંકડાઓ સામે આવ્યા છે. યુપીમાં બહુમતી માટે પણ 202નો આંકડો જ છે. સર્વેમાં બસપા અને સપા-કોંગ્રેસ ગઠબંધનને ભારે પછડાટ મળી રહ્યો છે.

જાન્યુઆરી 2017ના સર્વે અનુસાર બસપાને 47 સીટો, કોંગ્રેસ સપા ગઠબંધનને 147 સીટો અને અન્યને 7 સીટો મળી રહી છે. સર્વે અનુસાર ભાજપ પોતાનાં દમ પર જ સરકાર બનાવી શકે છે. સીટો મુદ્દે સપા કોંગ્રેસ ગઠબંધન અને બસપાને વધારે નુકસાન થતુ જોવા મળી રહ્યું છે. જો કે સર્વે અનુસાર વોટ શેર મુદ્દે સૌથી વધારે નુકસાન સપા-કોંગ્રેસ ગઠબંધનને થશે.

2012નાં વિધાનસભા ચૂંટણીમાં બસપા 80 સીટ મળી હતી. કોંગ્રેસ સપાની સીટોનો સરવાળો કરવામાં આવે તો 2012માં આબંન્ને દળોની કુલ થઇને 252 સીટો મળી હતી. જેના કારણે આ સર્વે અનુસાર બસપાને 33 અને સપા કોંગ્રેસને 105 સીટોનું નુકસાન થઇ રહ્યું છે. જ્યારે ભાજપને 155 સીટનો ફાયદો.

You might also like