માયા અંગે ટીપ્પણી મુદ્દે હવે ભાજપ આક્રમક : સિંહના પરિવારનાં સમર્થનમાં પ્રદર્શન

લખનઉ : ભાજપની ઉત્તરપ્રદેશ યુનિટનાં ઉપાધ્યક્ષ દયાશંકરસિંહની તરફથી બસપા ચીફ માયાવતીનાં મુદ્દે વિવાદાસ્પદ ટીપ્પણી કરવાનાં મુદ્દે હવે ભાજપને વળતો પ્રહાર કરવાનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી દયાશંકરસિંહની ટીપ્પણીનાં કારણે બેકફુટ પર રહેલી ભાજપે પોતાનાં તેવર બદલ્યા છે. શનિવારે સમગ્ર સુબામાં વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી દીધી છે.

બસપા કાર્યકર્તાઓ દ્વારા પ્રદર્શન દરમિયાન દયાશંકર સિંહની માં, પુત્રી અને બહેનનાં મુદ્દે થયેલી અભદ્ર ટીપ્પણીઓ અને નારાનાં જવાબમાં ભાજપે બેટીનાં સન્માનમાં, ભાજપ મેદાનમાં નામથી આંદોલન કરવાનો નિર્ણય કરી લીધો છે. હાલ તેની રણનીતી ઘડાઇ ચુકી છે અને શનિવારથી વિરોધ પ્રદર્શન ચાલુ કરી દેવામાં આવશે.

શુક્રવારે બસપા ચીફ માયાવતીએ પણ પોતા કાર્યકર્તાઓ દ્વારા ગાળો આપાતી હોવાની વાતનો સ્વિકારતા કહ્યું હતું કે તેમણે આ વાત સબક શિખવવા માટે કહી હતી. આને મુદ્દો બનાવતા ભાજપે દયાશંકર સંહની 12 વર્ષીય પુત્રી અને પત્ની સ્વાતી સિંહનાં સમર્થમાં પ્રદર્શન કરવાની જાહેરાત કરી હતી. અગાઉ શુક્રવારે દયાશંકરસિંહની પત્ની અને માંએ લખનઉમાં માયાવતી અને બસપા નેતાઓની વિરુદ્ધ કેસ દાખલ કરાવ્યો હતો.

દયાશંકર સિંહનાં પરિવારનાં લોકોએ માયાવતી અને બસપાનાં ત્રણ અન્ય નેતાઓની વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કરાવ્યો હતો. સ્વાતિસિંહનો આરોપ છે કે તેનાં પતિ દ્વારા માફી માંગવામાં આવી હોવા છતા તેને પાર્ટીમાંથી કાઢી દેવામાં આવ્યા. તેમ છતા પણ બસપા અને તેનાં લોકો દ્વારા પરિવાર વિરુદ્ધ અભદ્રભાષાનો ઉપયોગ થતો રહ્યો.

You might also like