ખાડિયા વિસ્તારમાં ભાજપ ઉસ્માન ઘાંચીને ટિકીટ આપી શકે છે

અમદાવાદના ખાડિયા વિસ્તારની મહિલાઓ BJPનો પ્રચાર કરશે. ખાડિયા વિધાનસભા વિસ્તારની 200 જેટલી મહિલાઓએ અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.  ખાડિયા વિસ્તારની રોયલ હોટલમાં મુસ્લિમ કાર્યકરોની મીટિંગ મળી હતી. આ મીટિંગમાં 9 મૌલવીઓ પણ હાજર રહ્યા હતા.

આ બેઠકમાં ઉસ્માન ઘાંચીને ટિકીટ આપવાની રજૂઆત કરવામા આવી છે. ઉસ્માન ઘાંચીના સમર્થનમાં મૌલવીઓ પણ ભાજપનો પ્રચાર કરશે. ખાડિયા વિધાનસભામાં 1.25 હજાર મુસ્લિમ મતદાતાઓ છે અને 75 હજાર હિંદુ મતદાતાઓ છે. જો કે ટિકીટ માટે હજુ સુધી અધિકારીક રીતે કોઈ નક્કી કરાયું નથી. ભાજપ ખાડિયા વિધાનસભામાં મુસ્લિમ કેન્ડિડેટને ટિકીટ અપાય તેવી શક્યતા જોવા મળી રહી છે.

You might also like