મોદી સરકારની પસંદના હશે દેશના રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ

નવી દિલ્હી: રાજનીતિક વિશ્લેષકોનું માનવું છે કે 5 રાજ્યોના વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ હવે રાજ્યસભામાં સીટોનું ગણિત બદલાઇ જશે. અત્યાર સુધી ભાજપને નંબરોની કમીના કારણે કેટલાક બીલો પાસ કરાવવામાં સમસ્યાનો સામનો કરવો પડતો હતો પરંતુ ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં બહુમતમં આવ્યા બાદ આગળના એક વર્ષમાં રાજ્યસભામાં એમના સાંસદોની સંખ્યા વધી ગઇ છે. મોદી સરકાર એમની પસંદના રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ પણ પસંદ કરી શકે છે.

રાષ્ટ્રપસતિની પસંગીની પ્રક્રિયામાં લોકસભા અને રાજ્યસભા સાથે સાથે રાજ્યના વિધાવસભાના સભ્યો પણ ભાગ લે છે. જો 5 રાજ્યોમાંથી 3 માં યૂપી, ઉત્તરાખંડમાં ભાજપને બહુમત મળેલા છે તો એ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં પોતાના ઉમેદવારનો રસ્તો સરળ કરી દેશે. રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ઉત્તરપ્રદેશ વિધાનસભાની 403 સીટોની મહત્વની ભૂમિકા થઇ જશે. ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી પર આની કોઇ અસર જોવા મળશે નહીં. એનો ઉમેદવાર લોકસભા અને રાજ્યલભાના સાંસદોના વોટોથી નક્કી થાય છે.

ભઆજપના નેતાઓના જણાવ્યા અનુસાર એ નક્કી છે કે આ વખતના ચૂંટણી પરિણામ નરેન્દ્ર મોદી અને અમિત શાહની ઊંચાઇ વધારશે. પહેલાથી પૂરી રીતે પાર્ટી અને સરકાર પર મજબૂત પકડ બનાવી ચૂકેલી મોદી શાહની જોડી માટે આ જીત મનોબળ વદારે વધારનારું સાબિત થશે. આટલું જ નહીં પાર્ટીની અંદર જે નારાજ નેતાઓ મોકાની રાહ જોઇ રહ્યા હતા, એમના રસ્તા પણ બંધ થઇ જશે.

http://sambhaavnews.com/

You might also like