‘પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી હારશે ભાજપ’

મુંબઇ: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના અધ્યક્ષ શરદ પવારે શનિવારે જેએનયૂ વિવાદ પર નરેન્દ્ર મોદી સરકાર પર પ્રહાર કરતાં કહ્યું હતું કે ભાજપને પાંચ રાજ્યોમાં આગામી ચૂંટણીમાં હારનો આભાસ થઇ ગયો છે.

શરદ પવારે કહ્યું હતું કે અહીં પાર્ટી રાજ્ય એકમના નેતાઓની એક બેઠકને સંબોધિત કરતાં કહ્યું હતું કે ‘ભાજપને પરાજયનો આભાસ થઇ ગયો છે. જેથી તે ચૂંટણી પહેલાં હિન્દુત્વ અને દેશદ્રોહની બીજ વાવી રહ્યાં છે. ‘શરદ પવારે કહ્યું કે જેએનયૂનો મુદ્દો શુદ્ધરૂપે એક રાજકીય કાવતરું છે અને એવો પ્રચાર કરવામાં આવી રહ્યો છે કે ફક્ત ભાજપ રાષ્ટ્રવાદી છે, જ્યારે બાકીના બધા રાષ્ટ્રવિરોધી છે.

એનસીપી નેતાએ કહ્યું કે ‘કોઇપણ વ્યકતિ આ પ્રકારે ભારત વિરોધી પોસ્ટર્સનું સમર્થન કરતો નથી. પોલીસે આ જટિલ મુદ્દાની તપાસ કરવી જોઇએ. જેએનયૂમાં ફક્ત બે ટકા લોકો નક્સલીઓ સાથે સહાનૂભૂતિ ધરાવનાર છે. વિદ્યાર્થીઓની જે પેનલે જેએનયૂ વિદ્યાર્થી સંઘ ચૂંટણીમાં એબીવીપીને હરાવી કર્યું, તેને આજે રાષ્ટ્રવિરોધી કહેવામાં આવી રહ્યું છે અને તેના નેતા જેલમાં છે.’

તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી અને તેનાથી નિષ્ઠા રાખનાર દેશભક્ત ગણવામાં આવી રહ્યાં છે, જ્યારે અન્યને રાષ્ટ્રવિરોધી કહેવામાં આવી રહ્યાં છે. શરદ પાવરે કહ્યું કે આ બધાને લીધે ભાજપને દેશના પાંચ રાજ્યોમાં થનાર ચૂંટણીમાં હારનો સ્વાદ ચાખવો પડશે.

પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે હિન્દુઓને મુસલમાનો વિરૂદ્ધ અને દલિતોને સર્વણોની વિરૂદ્ધ ઉભા રાખી ભાજપ સરકાર ખેડૂતોના મુદા જેવા અન્ય મુદ્દાઓ પરથી ધ્યાન ભટકાવવાનું પ્રયત્ન કરી રહ્યું છે.

એનસીપીના પ્રદેશ અધ્યક્ષ સુનીલ તટકરેએ જણાવ્યું હતું કે પાર્ટીને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને તેમણે કાર્યકર્તાઓને આહવાન કર્યું કે તે બધાને પડકારનો સામનો કરવા તથા સરકારનો સામનો કરવા માટે તૈયાર રહે.

You might also like