રાખી સાવંત વિફરીઃ રાજનીતિમાં ભાજપે મારો ઉપયોગ કર્યો છે

નવી દિલ્હી: સામાન્યતઃ વિવાદમાં રહેતી ફિલ્મ અભિનેત્રી રાખી સાવંતે જણાવ્યું છે કે ભાજપે રાજકીય ફાયદો ઉઠાવવા મારો ઉપયોગ કર્યો છે. રાખી સાવંતે એક વાતચીતમાં જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન રાજનાથસિંહે મને પોતાની દીકરી બનાવી હતી અને રાજનાથસિંહે મને ભાજપ માટે પ્રચાર કરવા જણાવ્યું હતું. તેમણે મને ચૂંટણી લડવા માટે ટિકિટ પણ આપવાની વાત કરી હતી, પરંતુ મેં જ ના પાડી દીધી હતી. આમ ભાજપને જ્યારે મારી જરૂર હતી ત્યારે તેમણે મારી પાસે પક્ષનો પ્રચાર કરાવ્યો હતો, પરંતુ હવે સત્તા મળ્યા બાદ તેઓ મને ભૂલી ગયા છે.

રાખીએ જણાવ્યું હતું કે ભાજપમાં બોલિવૂડમાંથી એક વરિષ્ઠ મહિલા નેતા છે જેમણે મારો વિરોધ કરતાં જણાવ્યું હતું કે જો રાખી સાવંત ભાજપમાં રહેશે તો તે પક્ષમાંથી બહાર નીકળી જશે. રાખીએ જણાવ્યું હતું કે રાજકારણમાં આવવું એ તેની સૌથી મોટી ભૂલ હતી અને તેથી તે હવે બોલિવૂડમાં ફરીથી એન્ટ્રી મારી રહી છે. નવું વર્ષ અને ક્રિસમસ નિમિત્તે રાખીએ પોતાનો નવો વીડિયો આલબમ પાર્ટી પંજાબી સ્ટાઈલ લોન્ચ કર્યું છે. આ આલબમ સંસદમાં જઈને તે વડા પ્રધાન અને અન્ય તમામ નેતાઓને સંભળાવવા માંગે છે.  અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપ સાથે અણબનાવ થયા બાદ રાખીએ રાષ્ટ્રીય આમ પાર્ટીની રચના કરી હતી અને તેણે મુંબઈ ઉત્તર પશ્ચિમ લોકસભાની બેઠક પરથી ચૂંટણી પણ લડી હતી. જેમાં તેનો પરાજય થયો હતો.

You might also like