નારાજ સિદ્ધુને મનાવવા માટે ભાજપનાં ઉચ્ચ નેતાઓની બેઠકોનો દોર

ચંદીગઢ : પંજાબમાં વિધાનસભા ચૂંટણી માટે અત્યારથી જ રાજનીતિક જોડતોડ ચાલુ થઇ ગઇ છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી નવા ખેલાડીઓને ભેગા કરવાનાં પ્રયાસો કરી રહી છે. બીજી તરફ ભાજપ અને અકાલી દળ પોતાનાં ગંઠબંધનનાં પેચ લડાવી રહ્યા છે. ભાજપનાં માટે સૌથી મોટી સમસ્યા ક્રિકેટરમાંથી નેતા બનેલા નવજોત સિદ્ધુ છે. પાર્ટી નવજોત સિંહ સિદ્ધુને મનાવીને ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ કરી રહી છે. જો કે સિદ્ધુ મોટા રિસામણે ગયા હોય તેવું લાગી રહ્યું છે. માનવામાં આવી રહ્યું છેકે સિદ્ધુને ઘણી ઓફર આપવામાં આવી છે પરંતુ તે અકાલી દળ સાથે ગઠબંધન તોડવાની એકમાત્ર માંગ જ કરી રહ્યા છે. બીજી તરફ ભાજપ ચૂંટણીમાં અકાલી દળમાંથી વધારેમાં વધારે સીટો ખેંચવાની વેતરણમાં છે.
અકાલીદળ સાથે ગઠબંધન મુદ્દે ભાજપની કોર ગ્રુપની બે બેઠકો થઇ ચુકી છે. પહેલા અમૃતસર અને પછી દિલ્હીમાં પંજાબ ભાજપ કોર ગ્રુપની કલાકો સુધી બેઠકો થઇ. પહેલા અમૃતસર અને પછી દિલ્હીમાં પંજાબ ભાજપ કોર ગ્રુપની બેઠકોનાં કોઇ પરિણામો આવ્યા નહી. પહેલી ફેબ્રુઆરીને કિરણ રીજીજૂની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. તેનાં બે કલાક બાદ જ દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે કોર ગ્રુપની બેઠક યોજાઇ હતી. આ બેઠકોમાં કોઇ એવી નવી વાત નહોતી થઇ જે પહેલાથી કેન્દ્રીય નેતૃત્વ સુધી પહોંચી શકી હોય.આ બેઠક પછી અકાલી દળથી અલગ થવાની વાત પંજાબનાં વરિષ્ઠ પાર્ટી નેતાઓએ કહી હોય પરંતુ કેન્દ્રીય નેતૃત્નો અસલ ઉદ્દેશ્ય પ્રદેશ એકમની અકાલી દળથી પરેશાનીનાં નામે સુબામાં પાર્ટીનું પ્રતિનિધિત્વ જ વધારવાનું રહે છે.
અમૃતસરમાં યોજાયેલી બેઠક પહેલા જ એખ વરિષ્ઠ મંત્રીને પ્રદેશ ભાજપમાં ફેરબદલ હેઠલ પદ છોડવા માટે તૈયાર રહેવા માટેનાં સંકેતો આપવામાં આવ્યા હતા. જો કે પહેલા તે મંત્રી પદ છોડવા માટે તૈયાર થઇ ગયા હતા જેથી બીજા જુથ સાથે વડાપ્રધાન પદનાં દાવેદારને મંત્રી બનાવી દેવામાં આવે.જો કે છેલ્લી ઘણીએ તે નેતાએ પેંતરો બદલી નાખ્યો હતો. તેમણે રિજીજૂ સમક્ષ અકાલી દળ દ્વારા ભાજપનાં મંત્રીઓનાં વિભાગોમાં દખલ અને ભાજપનાં કાર્યકર્તાઓનાં કામ નહી થતા હોવાની વાત કરી અને અખાલી દળ સાથે છેડો ફાડી નાખવાની વાત કરી.

You might also like