શંકરસિંહ વાઘેલાનો દાવોઃ કોંગ્રેસે ગુજરાત વિધાનસભા ચૂંટણી હારવા ભાજપ પાસેથી લીધી “સોપારી”

ગાંધીનગરઃ ગુજરાતમાં બે મુખ્ય રાજનૈતિક દળોનું નેતૃત્વ કરી ચૂકેલ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે કોંગ્રેસ જાણી જોઇને ભાજપ સામે હારી રહી છે. એમણે વધુમાં એમ પણ કહ્યું કે ભાજપને રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં બહુમત જરૂરથી મળશે.

આ વર્ષે કોંગ્રેસને છોડનાર શંકરસિંહ વાઘેલાનું માનવું છે કે મુખ્ય વિપક્ષી પાર્ટીનાં કેન્દ્રીય નેતૃત્વએ વિધાનસભા ચૂંટણી હારવા માટે ભાજપ પાસેથી “સોપારી” લીધી છે અને જાહેરાત કરી કે સત્તારૂઢ ભાજપ પક્ષ રાજકીય વિધાનસભાની ચૂંટણીઓમાં સ્પષ્ટપણે બહુમતિ હાસલ કરશે.

શંકરસિંહે વધુમાં જણાવ્યું કે,”એમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને કહ્યું હતું કે પાર્ટી 90થી વધારે બેઠકો મેળવી શકે છે અને સરકાર બનાવવામાં પણ સક્ષમ થઇ શકે છે. મેં એમણે વધુમાં એમ પણ સ્પષ્ટપણે કહી દીધું છે કે હું મુખ્યમંત્રી બનવા નથી માગતો. એમણે પણ મને સહમત બનાવ્યા કે તેઓ દિલ્હીમાં મારા મિત્ર છે અને રાજ્યમાં પાર્ટીને ચલાવવામાં મારી મદદ કરશે.

પૂર્વ કોંગ્રેસ નેતાએ એવો દાવો કર્યો છે કે પાર્ટી કમાનમાં કેટલાંક એવાં નેતાઓ નથી ઇચ્છતા કે તેઓ પાર્ટી જીતે. એમણે એવો દાવો કર્યો છે કે ભાજપ 110થી વધારે સીટો મેળવશે અને રાજ્યમાં પોતાની સરકાર બનાવશે. શંકરસિંહે વધુમાં કહ્યું કે ભાજપ રાજનૈતિક પ્રબંધનમાં ઘણું જ હોશિયાર છે. આ સાથે તેઓએ ભાજપમાં પરત જવાની સંભાવનાને લઇ સ્પષ્ટ ઇનકાર કરી દીધો.

શંકરસિંહ વાઘેલાએ ચૂંટણીનાં થોડાંક મહિનાઓ પહેલાં પોતાનું સંગઠન “જન વિકલ્પ મોર્ચા” બનાવવા માટે કોંગ્રેસ છોડી દીધું હતું. એમણે સાથે હાર્દિકને લઇ એવો પણ દાવો કર્યો કે હાર્દિક આ ચૂંટણી પછી માત્ર એક “ઇતિહાસ” બની જશે. કહ્યું કે કોંગ્રેસે પહેલેથી જો ચૂંટણીલક્ષી તૈયારી કરી દીધી હોત તો કોંગ્રેસ જરૂરથી ચૂંટણી જીતી જાત.

You might also like