કોંગ્રેસને હવે EVM, ચૂંટણી પંચ અને SC સારા લાગવા લાગ્યાં: અમિત શાહ

ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કર્ણાટકની ચૂંટણી બાદ આજે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. જેમાં અમિત શાહે કર્ણાટકની જનતાનો આભાર માન્યો છે. કર્ણાટકનાં ભાજપનાં કાર્યકર્તાઓનો પણ આભાર માન્યો. અમિત શાહે પ્રેસ કોન્ફરન્સ કરતા જણાવ્યું કે,”ભાજપનાં કાર્યકરોએ ઘરે-ઘરે જઇને પ્રચાર કર્યો હતો. કર્ણાટકમાં સૌથી મોટી પાર્ટી બનાવવા માટે હું સૌનો આભાર માનુ છું.

ભાજપની વોટિંગ ટકાવારીમાં વધારો થયો છે. 40થી 104 સીટો જીતીને ભાજપ સૌથી મોટી પાર્ટી બની ગઇ છે. કર્ણાટકમાં દલિતો પર અત્યાચાર થાય છે ત્યારે મોદી સરકારે કર્ણાટકની મદદ કરી છે. કર્ણાટકમાં કોંગ્રેસની સરકારમાં 3700 ખેડૂતોએ આત્મહત્યા કરી છે.

કર્ણાટકનો જનાદેશ કોંગ્રેસની વિરોધમાં છે. કોંગ્રેસનાં 50 ટકાથી વધુ મંત્રીઓ ચૂંટણી હાર્યા છે. અમે સરકાર રચવાનો દાવો ના કર્યો હોત તો તે જનાદેશનાં વિરૂદ્ધમાં હોત. જ્યાં ભાજપ નબળી હતી ત્યાં JDS જીતી છે. કોંગ્રેસે જનતાને જણાવવું જોઇએ કે તેઓ કઇ વાતની ઉજવણી કરી રહ્યાં છે.

કોંગ્રેસ પોતાનાં CM હાર્યા એ વાતની ઉજવણી કરે છે. કર્ણાટક કોંગ્રેસનાં અડધાથી વધુ મંત્રીઓ હાર્યા એ વાતની ઉજવણી કરે છે. કોંગ્રેસ દેશ વિરોધી લોકોને સાથે રાખીને ચૂંટણી લડી છે. કર્ણાટકમાં દલિતોને ભડકાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે. કર્ણાટકમાં કોંગ્રેસની 112 બેઠકોમાંથી 78 બેઠકો થઇ છે.

કોંગ્રેસ હાલમાં હારવાનો રેકોર્ડ બનાવી રહ્યું છે. 80થી વધુ બેઠકો પર JDS ઉમેદવારોની જમાનત જપ્ત થઇ છે. 2014થી 2018 સુધીમાં કોંગ્રેસ પાસેથી અમે 14 રાજ્યો જીત્યાં છીએ. શું સૌથી મોટા પક્ષ તરીકે અમે દાવો કરીને કંઇ ખોટું કર્યુ છે. જો કે 2019માં પણ ભાજપની જ જીત થશે. જ્યાં અમારૂ સંગઠન મજબુત હતું ત્યાં અમે જીત્યાં છીએ.

ભાજપે કોંગ્રેસ પાસેથી 14 રાજ્યો છીનવી લીધાં છે. હારમાંથી જીત શોધવાનો કોંગ્રેસનો આ નવતર પ્રયોગ છે. જનાદેશની વિરોધમાં જઇને કોંગ્રેસ-JDS એક થયાં છે. કોંગ્રેસને હવે તો બધું જ સારૂ લાગી રહ્યું છે. કોંગ્રેસને હવે EVM, ચૂંટણી પંચ, SC સારા લાગવા લાગ્યાં છે. કોંગ્રેસે ધનનો ઉપયોગ કર્યો છે.

2019માં મોદીજીનાં નેતૃત્વમાં ભાજપને ભવ્ય વિજય મળશે. કોંગ્રેસ સુપ્રીમ કોર્ટમાં ખોટું બોલ્યું છે. યેદિયુરપ્પાએ 7 દિવસનો સમય ન હોતો માંગ્યો. કોંગ્રેસે ફાઇવ સ્ટાર હોટેલમાં ધારાસભ્યોને બંધક બનાવ્યાં છે. હું રાહુલ ગાંધી પર ટિપ્પણી નથી કરતો, પણ સમય આવ્યે ત્યારે બોલીશ. કોંગ્રેસવાળાઓએ પોતાનો ઇતિહાસ જોવો જોઇએ. ગોવા, મણિપુરમાં કોંગ્રેસે પહેલા દાવો ન હોતો કર્યો.

You might also like