ભાજપ રાજ્યોમાં આખે આખી સરકાર ચોરી લે છેઃ કોંગ્રેસ

ભાજપના અધ્યક્ષ અમિત શાહ દ્વારા કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધનને અપવિત્ર કરાર આપવા પર કોંગ્રેસે તીખો પલટવાર કર્યો છે. પાર્ટીના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ કહ્યુ કે ‘ધારાસભ્યોની ચોરી કરવામાં ભાજપ મહારથી છે. અમે અમારા ધારાસભ્યોને ભાજપથી બચાવ્યા છે ચુંટણી બાદ સાફ થઈ ગયુ છે કે જનાદેશ ગઠબંધન માટે છે.’

તેમણે કહ્યુ કે ‘આખો દેશ અને દુનિયા જાણે છે કે ભાજપ સૌથી મોટી પૈસા વાળી પાર્ટી છે અને પૈસાના મામલે ભાજપનો કોઈ મુકાબલો નથી. ભાજપ અને આરએસએસનું દિલ્હીમાં ભવ્ય ઓફીસ છે. ભાજપાએ કર્ણાટક ચૂંટણીમાં સાડા 6 હજાર કરોડ રૂપિયાનો ઉપયોગ કર્યો અને પોતાની પૂરી તાકાત કર્ણાટકમાં લગાવી દિધી.’

આનંદ શર્માએ વધુમાં જણાવ્યુ હતુ કે ‘જો કર્ણાટકમાં સૌથી મોટી પાર્ટીને આમંત્રણ આપવાનું તર્ક હતુ તો ગોવા અને મણિપુરમાં આવુ કેમ ન કરવામાં આવ્યુ.’ સાચુ તો એ છે કે ભાજપ રાજ્યોમાં પુરે પુરી સરકાર ચોરી લે છે.’

જણાવી દઈએ કે શાહે દિલ્હી સ્થિત પાર્ટી કાર્યાલયમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કર્ણાટક ચુંટણી પર ખુલીને પોતાના વિચારો જણાવ્યા હતા. આ દરમ્યાન તેમણે કહ્યુ કે ‘કોગ્રેસ-જેડીએસ ગઠબંધન જનાદેશના વિરુદ્ધમાં છે અને જનતાએ ભાજપને પસંદ કરી હતી.’

You might also like