શપથગ્રહણ પહેલા જ ભાજપની સરકારે ચાલુ કર્યું કામ : 2019 મુખ્ય લક્ષ્ય

નવી દિલ્હી : ભારતીય જનતા પાર્ટીનાં નેતૃત્વમાં બનનારી યૂપી સરકારે હજી કાર્યભાર સંભાળ્યો નથી. જો કે ભાજપ સરકાર પહેલાથી જ કામ ચાલુ કરી દીધું છે. રાજ્યનાંઉચ્ચ બ્યૂરોક્રેક્ટ તથા પોલીસ અધિકારી જાણે છે કે 2019નાં મધ્યમાં સામાન્ય ચૂંટણી થવાની છે અને તેને જ ધ્યાનમાં રાખીને યોજનાઓ તૈયાર કરીને તેમની સમીક્ષા કરવામાં આવી રહી છે.

સૌથી મહત્વપુર્ણ, સમજાવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટી શાસનનાં 15 વર્ષોની તંત્રની પદ્ધતી તથા તેનું મુલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. અંગ્રેજી સમાચારપત્ર અનુસાર પીએમઓનાં ઉચ્ચે અધિકારી નૃપેન મિશ્રા અને કેબિનેટ સચિવ પી.કે સિન્હા બંન્ને યૂપી કેડરનાં છે. જેનો સિધો અર્થ છે કે બંન્ને કેન્દ્ર સ્તર પર રાજ્યનાં તંત્રની ઉંડી સમજ ધરાવે છે.

યૂપીનાં વરિષ્ઠ અધિકારીઓ ઉંડાણપુર્વક ભાજપની ચૂંટણી જાહેરાતોનો અભ્યાસ કરી રહ્યા છે. તે જાણવાનો પ્રયાસ કરી રહી છે કે કઇ રીતે 30 પાનાના જાહેરાત પત્રની પ્રાથમિકતાથી પુરા કરવામાં આવે. બ્યૂરોક્રેટ્સ અને અધિકારીઓ જાણે છે કે તેમને સરકાર અને જનતા પાસે શું આશાઓ છે.

You might also like