ગૌરી લંકેશની હત્યા મુદે ભાજપે ગુહાને પાઠવેલી કાનૂની નોટિસ

બેંગલુરુ: ભાજપે વરિષ્ઠ પત્રકાર ગૌરી લંકેશની હત્યામાં સંઘ પરિવારની સંડોવણી હોવાના આક્ષેપને લઈને જાણીતા ઈતિહાસકાર રામચંદ્ર ગુહાને કાનૂની નોટિસ પાઠવી છે. તેમજ આ મુદે તેઓ ભાજપ અને સંઘની કોઈપણ શરત વિના માફી માગે તેવી માગણી કરી છે.

આ અંગે ભાજપે પાઠવેલી નોટિસમાં ગુહાને સંબોધીને જણાવવામાં આવ્યું છે કે આ સમગ્ર મામલે શંકા વ્યકત કરતાં જણાવાયું છે કે ગૌરી લંકેશના હત્યારા સંઘ પરિવારમાંથી આવે છે. જ્યાંથી અગાઉ ડાભોલકર, પનસારે અને કલબુંર્ગોના હત્યારા આવ્યા હતા. આ અગે ગુહા તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. ગત પાંચ સપ્ટેમ્બરે પત્રકાર ગૌરી લંકેશની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. આ નોટિસમાં ગુહાએ કરેલી ટીકાને ખોટી અને પાયાવિહોણી ગણાવવામાં આવી રહી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે ગુહાએ કરેલી ટીકાથી ભાજપ અને આરએસએસની પ્રતિષ્ઠાને નુકસાન થયું છે. તેમજ તેની શાખને ધૂમિલ કરવા પ્રયાસ કરવામાં આવ્યો છે.

જોકે આ દરમિયાન ગુહાએ પણ મોદી સરકારને આડે હાથ લેતાં જણાવ્યું હતું કે અટલ બિહારી વાજપેયીએ જણાવ્યું હતું કે એક પુસ્તક અથવા લેખનો જવાબ બીજા પુસ્તક અથવા લેખમાં ફેરવાઈ જતા હોય છે. પરંતુ હવે અમે અટલ બિહારી વાજપેયીના ભારતમાં રહેતા નથી.

You might also like