કોઇ અકળ દબાણને વશ થઇ કેજરીવાલે લીધો નિર્ણય : ભાજપ

નવી દિલ્હી : અરવિંદ કેજરીવાલ દ્વારા ગાડીઓ અંગે લેવાયેલા વિવાદિત નિર્ણય બાદ વિપક્ષે હોબાળો કરવાનું ચાલુ કર્યું છે. ભાજપ દ્વારા આપ પર સમ અને વિષમ નંબરની ગાડીઓ ચલાવવાનો નિર્ણય લેતા પહેલા દિલ્હીની જનતા પાસેથી સલાહ નહી લેવાનો આરોપ લગાવ્યો હતો. દિલ્હીનાં લોકોનાં મંતવ્યને માન આપવામાં નહી આવ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. સમ અને વિષમ નંબરની ગાડીઓને અઠવાડીયાનાં માત્ર 3 દિવસ જ રસ્તા પર ચલાવવા માટેની પરવાનગી આપવામાં આવી છે. ભાજપે દિલ્હી સરકાર આ નિર્ણય કોઇ દબાણમાં આવીને લીધો હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. કેજરીવાલ સરકારે દબાણમાં આવીને ટ્રાન્સપોર્ટની આ નવી ફોર્મ્યુલા લાગુ કરી દીધી છે.
ભાજપ પ્રવક્તા જીવીએલ નરસિમ્હા રાવે જણાવ્યું કે, દિલ્હી સરકારે આ નિર્ણય વિચાર કર્યા વગર ઉતાવળીયો લીધો છે. દિલ્હીનાં લોકો કે વિપક્ષ કોઇ સાથે ચર્ચા કર્યા વગર નિર્ણય લીધો છે. આ નિર્ણયનાં માટે દિલ્હી સરકાર પર કોઇ દબાણ હોઇ શકે છે. સરકારે આ યોજના લાગુ કરતા પહેલા કોઇ પ્રકારની તૈયારી પણ કરી નથી. જનતાને આવી પરેશાનીમાં નાખવાનું કોઇ કારણ નથી. કેજરીવાલનાં વક્તવ્ય પરથી સ્પષ્ટ થાય છે કે તેણે આ નિર્ણય માત્ર માત્ર દિલ્હી હાઇકોર્ટની સાથે સમાધાન કરવા માટે જ લીધો છે. અસલીયતમાં તેને દિલ્હીની જનતાનાં સ્વાસ્થય પ્રત્યે કોઇ જ લાગણી નથી.

You might also like