સેનાપ્રમુખની નિયુક્તિ મુદ્દે કોંગ્રેસ હલકી રાજનીતિ કરી રહ્યું છે : ભાજપ

નવી દિલ્હી : નવા સેનાપ્રમુખની નિયુક્તિના મુદ્દે કોંગ્રેસના હૂમલાઓની નિંદા કરતા ભાજપે રવિવારે કહ્યું કે ડિફેન્સ ફોર્સીઝના મુદ્દે કોઇ પ્રકારની રાજનીતિ ન થવી જોઇએ. સરકારે કહ્યું કે લેફ્ટિનેન્ટ જનરલ વિપિન રાવતને હાલની સુરક્ષાના પરિદ્રશ્યને ધ્યાનમાં રાખીને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.

પાર્ટીએ કહ્યું કે નવા આર્મી ચીફને પાંચ સીનિયર અધિકારીઓનાં પુલમાંથી પસંદ કરવામાં આવ્યા છે, જે પૈકી તમામ સક્ષણ હતા. રાવતની નિયુક્તિને બીજા અધિકારીઓની વિરુદ્ધ નેગેટિવ મત્ત તરીતે ન જોવામાં આવવી જોઇએ. વિપક્ષી પાર્ટી પર હૂમલો કરતા ભાજપે કહ્યું કે, કોંગ્રેસ નવા આર્મી ચીફની નિયુક્તિનું રાજનીતિકકરણ કરી રહી છે. તે સતત રાજનીતિક હારોથી પરેશાન છે.

વરિષ્ઠતાક્રમને નજરઅંદાજ કરી રાવતની પસંદ કરવા અંગે ઘેરાયેલ ભાજપે નેશનલ સેક્રેટરી શ્રીકાંત શર્માએ કહ્યું કે તે તમામ સક્ષમ અધિકારીઓ હતા. જો કે હાલનાં સુરક્ષા પરિદ્રશ્યને ધ્યાનમાં રાખીને સરકારે રાવતની નિયુક્તિ કરી છે. અમે તમામ રાજનીતિક દળોને આગ્રહ કરીએ છીએ કે આ નવીનિયુક્તિનું રાજનીતિકરણ ન થવું જોઇએ.

જો કોઇ દળે લોકશાહીનાં મુલ્યોનું હનન કર્યું છે તો તે કોંગ્રેસ છે. ભાજપે હંમેશા લોકશાહીની મર્યાદાઓનું પાલન કર્યું છે. બે વરિષ્ઠ અધિકારીઓને નજરઅંદાજ કરી બિપિન રાવતને આર્મી ચીફ નિયુક્ત કરવાની આલોચના કોંગ્રેસ દ્વારા કરાઇ તે અયોગ્ય છે.

You might also like