ભાજપને ઝટકો, શિવસેનાએ પકડ્યો કોંગ્રેસનો હાથ!

હાલમાં ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના ગઠબંધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત આખું ભાજપ ગઠબંધનને અપવિત્ર જણાવી રહ્યા છે, પરંતુ મહારાષ્ટ્રના રાયગઢમાં થનારી જિલ્લા પરિષદ અને પંચાયત સમિતીની ચૂંટણીમાં કોંગ્રેસએ શિનસેના સાથે મળીને લડવાનો નિર્ણય કર્યો છે. રાયગઢમાં બંને પાર્ટીઓના સ્થાનીક નેતા એવી સ્પષ્ટતા આપી રહ્યા છે કે ગંઠબંધન સ્થાનીક સ્તર પર થયું છે. આમાં શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરનો સમાવેશ થતો નથી તેમજ મહારાષ્ટ્ર કોંગ્રેસ અધ્યક્ષ અશોક ચૌહાણનો પણ સમાવેશ થતો નથી.

જ્યારે એમણે સ્થાનીક પ્રત્યાશિયોના પોસ્ટરો અને બેનરો પર શિવસેના નેતા અને બાલ ઠાકરે અને કોંગેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના ફોટાને એક સાથે જોયા. એમાં લોકો સાથે કોંગ્રેસ શિનસેનાને મતદાન આપવા માટેની અપીલ કરી છે. મહારાષ્ટ્ર કોંગ્રેસ યૂનિટના પ્રવક્તા સચિન સાવંતએ કહ્યું કે અમે આ બાબત પર જાણકારી માંગી છે. પાર્ટીની સ્થાનીક યૂનિટએ રાજ્ય નેતૃત્વની અનુમતિ વગર આ પગલું ભર્યું છે. ભાજપે આ ગઠબંધનની ટીકા કરી છે.

શિવસેના પ્રમુખ ઉદ્વવ ઠાકરએ જાહેરાત કરી હતી કે નગર નિગમ ચૂંટણીમાં એમની પાર્ટી એકલી ઊતરશે પરંતુ હજુ એ વાત જાણવા મળી નથી કે એમનું દળ ગઠબંધન સહયોગી બનાવી રાખશે કે નહીં. આ ઘટનાક્રમ પર પ્રતિક્રિયા આપતાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસએ કહ્યું કે ભાજપની સાથે કોઇ પણ રહેશે પરંતુ રાજ્યમાં પરિવર્તન આવશે.

You might also like