મહારાષ્ટ્રમાં સરકારે IPLનાં આયોજન માટે કરી મનાઇ

નવી દિલ્હી : એપ્રીલથી જુન સુધી વધારે ગરમી પડવાની આશંકાઓ વચ્ચે તે રાજ્યોમાં લોકોની મુસબત વધી શકે છે જે પહેલાથી જ દુષ્કાળનો સામનો કરી રહ્યા છે. મહારાષ્ટ્રનાં વિદર્ભ અને મરાઠાવાડ વિસ્તારમાં પણ પાણીની ભારે પરેશાની છે. બીજી તરફ મહારાષ્ટ્ર ભાજપે બીસીસીઆઇને અપીલ કરી છે કે તે આ મહિને ચાલુ થઇ રહેલી આઇપીએલ-9ની મેચને રાજ્યની બહાર જ કરાવે. મુંબઇ ભાજપનાં સચિવ વિવેકાનંદ ગુપ્તાએ રાજ્યમાં દુષ્કાળનો હવાલો આપતા બીસીસીઆઇ અધ્યક્ષને પત્ર લખીને કહ્યું છે કે એક સ્ટાન્ડર્ડ ક્રિકેટ મેદાન માટે 80 હજારથી 1 લાખ લીટર પાણીની જરૂર હોય છે.

એક તરફ જ્યારે પાણી તંગી છે ત્યારે અઠવાડીયામાં બેથી ત્રણ વાર ક્રિકેટ મેદાનને યોગ્ય કરવા માટે 1 લાખ 60 હજારથી 3 લાખ લીટર પાણીની જરૂર પડી શકે છે. એટલા માટે 9 એપ્રીલથી 29 મે સુધી મુંબઇ, પુણે અને નાગપુરમાં યોજાનારી 19 આઇપીએલ મેચનાં મુદ્દે મેદાનની દેખરેખમાં 70 લાખ લીટર કરતા પણ વધારે પાણી વપરાશે. જે પ્રકારે આજે મહારાષ્ટ્રમાં પાણીની તંગી છે તે જોતા આગામી સમયમાં મેચનું આયોજન કરવું ખુબ જ મુશ્કેલ થઇ શકે છે.

મરાઠાવાડ અને વિદર્ભગત્ત બે વર્ષથી ખુબ જ ઓછો વરસાદ પડ્યો છે. જેનાં કારણે જમીનમાં પાણીનું સ્તર ખુબ જ ઓછુ થઇ ચુક્યું છે. તેની સીધી અસર રાજ્યનાં 90 લાખ ખેડૂતો પર પડી રહી છે. હાલનાં જ સંશોઘનમાં જાણવા મળ્યુ છે કે લગભગ આખા દેએશમાં ગર્મીની અસર સતત વધી રહી છે. જેની ભયાનક અસર આગામી સમયમાં જોવા મળી શકે છે. જેનાં કારણે મહારાષ્ટ્ર સરકારે પોતાનાં રાજ્યમાં યોજાનારી તમામ મેચ બીજા રાજ્યોનાં મેદાન પર યોજવા માટે અપીલ કરી છે.

You might also like