BJP નું મિશન 2019 : સંસદીય દળની બેઠક મળી, PM-અમિત શાહ ઉપસ્થિત રહ્યાં

ભાજપ મિશન 2019 એટલેકે આગામી લોકસભા ચૂંટણીની તૈયારીમાં લાગી ગયું છે. આગામી લોકસભાની ચૂંટણીને લઇને આજે ભાજપની સંસદીય દળની બેઠક મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પક્ષના અધ્યક્ષ અમિત શાહ સહિત પક્ષના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યાં છે.

બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પાર્ટી અધ્યક્ષ અમિત શાહ અને નાણાં મંત્રી અરૂણ જેટલીની બજેટ અભિભાષણની બુકલેટ રજૂ કરવામાં આવશે. આ બુકલેટના આધારે પાર્ટીના સાંસદ પોતાના મતવિસ્તારમાં મોદી સરકારની નીતિઓ અંગે પ્રચાર કરશે. 14 મહીના પહેલાથી જ ભાજપ મિશન 2019ની તૈયારીમાં લાગું ગયું છે.

કેન્દ્ર સરકારે પોતાના અંતિમ બજેટમાં ગ્રામીણ અને ખેડૂતોને પ્રાધાન્ય આપ્યું છે. નાણાં પ્રધાન અરૂણ જેટલીએ પોતાના બજેટ ભાષણમાં સૌથી વધારે સમય ખેડૂત અને ગ્રામીણ વ્યવસ્થા પર વાત કરી હતી. બજેટ દરમિયાન નાણાં પ્રધાને 24 વખત ખેડૂતો અને 16 વાર ખેતીના શબ્દનો ઉલ્લેખ કર્યો હતો.

સરકારે ખેડૂતો અને ગરીબોનું બજેટ ગણાવ્યું હતું. સૂત્રોને મળતા અહેવાલ મુજબ રાષ્ટ્રપતિના અભિભાષણ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદમાં આપવામાં આવેલા ધન્યાવાદ ભાષણની એક બુકલેટ બનાવામાં આવી છે. તેમજ પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે રાજ્યસભામાં કરેલ રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ ભાષણ આપ્યું હતું.

અમિત શાહે 2014 થી લઇને અત્યાર સુધીની યોજનાઓનું વાત કહી. પીએમ મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કેન્દ્ર સરકારની નીતિઓની ચર્ચા કરી હતી.

You might also like