‘હિન્દુ ટેરર’ નિવેદન પર ભાજપનું કોંગ્રેસ પર હલ્લાબોલ

કર્ણાટકમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે હવે શાબ્દીક જંગ છેડાઇ ગયો છે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્વારમૈયાએ આરએસએસ અને ભાજપના કાર્યકર્તાઓને હિન્દુ ઉગ્રવાદી કહેતા ભાજપે પલટવાર કર્યો છે. ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ ગુરૂવારે પત્રકાર પરિષદ યોજીને કહ્યું કે કોંગ્રેસ પાર્ટીનો હિન્દુ પ્રત્યેનું વલણ સામે આવી ગયું છે, જેમાં કાંઇ નવું નથી.

ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે પહેલા પણ કોંગ્રેસ સરકાર દરમિયાન હિન્દુ આતંકવાદની વાત સામે આવી હતી. હવે ફરી એકવાર કર્ણાટકમાં આ મુદ્દો ફરી ગરમાયો છે. પાત્રાએ કહ્યું કે રાહુલ ગાંધી જનોઇ પહેરી અસ્થાઇ હિન્દુ બનવાની કોશિશ કરી રહ્યાં છે. કોંગ્રેસના વિચાર હવે સામે આવી રહ્યાં છે. ભાજપના પ્રવકતા પાત્રાએ આ દરમિયાન વિકીલન્સ દ્વારા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના હિન્દુ આતંકીવાળા ખુલાસાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો.

કર્ણાટકના સીએમ સિદ્વારમૈયાના આ નિવેદન પછી ભાજપ કુલ એકશન મોડમાં આવી ગયું છે. રાજ્યની ભાજપ નેતા શોભા કરંદલજે જાહેરાત કરી છે કે ભાજપ કાર્યકરતા શુક્રવારે કર્ણાટકમાં જેલ ભરો આંદોલન કરશે. તેમને કહ્યું કે અમે સરકારને જણાવીશું કે અમે ભાજપ અને આરએસએસના કાર્યકર છે, અમારી ધરપકડ કરી લો. સંબિત પાત્રાએ કહ્યું કોંગ્રેસ અમારા ઉપર પ્રતિબંધની વાત કરે છે પરંતુ તેઓ ખાલિસ્તાન, ઉલ્ફા અને લિટ્ટેનું સમર્થન છે. મુખ્યમંત્રીએ પોતાના નિવેદન પર માફી માંગવી જોઇએ.

You might also like