સાણંદઃ બીજેપી નેતા પ્રદિપસિંહ વાઘેલાની દબંગાઇનો વીડિયો વાઇરલ

સાણંદઃ ભાજપનાં નેતા પ્રદિપસિંહ વાઘેલાની દબંગાઈ સામે આવી છે. કહેવાય છે કે ફોર્મ ભરતી વખતે પ્રદીપસિંહ વાઘેલાએ SDMને ધમકાવ્યા હોવાનું સામે આવ્યું છે. ફોર્મ ભરતી વખતે SDM સાથે બોલાચાલી થતાં ભાજપ નેતા પ્રદીપસિંહ દબંગાઈ પર ઉતરી આવ્યાં હતાં અને તેઓએ દાદાગીરી કરી હતી.

જો કે આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. “હું ભાજપનો નેતા છું” એમ કહીને પ્રદીપસિંહ વાઘેલાએ SDMને ફોર્મ ભરતી વખતે ધમકાવ્યા છે. ભાજપનાં નેતા પ્રદીપસિંહ વાઘેલાનો આ વીડિયો વાયરલ થતાં લોકોમાં ભારે રોષ જોવાં મળ્યો છે.

ભાજપનાં નેતાનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં તે વીડિયોને લઇ લોકો દ્વારા ભારે કોમેન્ટો પણ હાલ થઇ રહી છે. તેમજ લોકોનાં મનમાં આ વીડિયોને લઇ અવનવા વિતર્કો પણ ઊભા થઇ રહ્યાં છે. તેમજ પ્રદિપસિંહ વાઘેલાની સખત ટીકા પણ કરવામાં આવી રહી છે.

You might also like