‘મોબાઇલમાં જોયા વગર રાહુલ ગાંધી બોલી નથી શકતા, તો 15 મિનીટ શું બોલશે’

રાજધાની દિલ્હીમાં કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ ‘બંધારણ બચાવો’ અભિયાનની શરૂઆત થઇ, આ દરમિયાન તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાનો સાધ્યો છે. ત્યારે ભાજપે રાહુલ ગાંધી પર પલટવાર કર્યો છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ સોમવારના પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ કે, ”લોકતંત્ર અને વશંવાદની લડાઇ છે. ભાજપે લોકતંત્રને આગળ વધારવા માટે કામ કર્યુ છે.” સંબિત પાત્રાએ કહ્યુ કે, ”કોંગ્રેસ પાર્ટીને સેના પર ભરોસો નથી.”

ભાજપના પ્રવક્તાએ તે સમયે પૂર્વ પ્રધાનમંત્રી જવાહર લાલ નેહરૂ અને ઇન્દિરા ગાંધી પર પણ નિશાનો સાધ્યો. સંબિત પાત્રાએ કહ્યુ કે, ”નહેરૂએ પ્રધાનમંત્રી બનવા માટે દેશનું વિભાજન કર્યુ જ્યારે ઇન્દિરા ગાંધીએ દેશમાં ઇમરજન્સી લાગૂ કરી. સંબિત પાત્રાએ કહ્યુ કે, રાજીવ ગાંધીના 84માં થયેલા તોફાનોને લઇને નિવદેન તમામ લોકોને યાદ છે. કોંગ્રેસ પાર્ટી દેશમાં સત્તા મેળવવા માટે 3000 શિખોની હત્યા કરાવી હતી.”

સંબિત પાત્રાએ આગળ કહ્યુ કે, ”કોંગ્રેસ પાર્ટીને સુપ્રીમ કોર્ટ, PMO,ચૂંટણી આયોગ, આધાર કાર્ડ, RBI અને રાષ્ટ્રપતિ પર વિશ્વાસ નથી. ”  સંબિત પાત્રાએ  કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધતા જણાવ્યું કે,”વ્યક્તિ ખુદ 15 પંક્તિ નથી લખી શકતાં તો તેઓ આજે એવું કહી રહ્યાં છે કે,”તેઓને 15 મિનીટ બોલવા નથી દેવાઇ રહ્યાં. જે વ્યક્તિ મોબાઇલમાં દેખ્યા વગર એક મિનીટ પણ ના બોલી શકે તો તેઓ 15 મિનીટ સુધી શું બોલી શકશે.”

તેઓએ જણાવ્યું કે રાહુલ ગાંધી એક અસફળ નેતા છે જેથી તેઓ આ પ્રકારનાં મુદ્દાઓ ઉઠાવી રહ્યાં છે. આ સંવિધાન બચાઓ નહીં રાહુલ બચાઓ અભિયાન છે. તેઓએ વધુમાં જણાવ્યું કે રાહુલ ગાંધીનો આ ગુસ્સો એટલા માટે હતો કેમ કે ક્યાંક ને ક્યાંક આજે પરિવારવાદ માત ખાઇ રહ્યું છે અને સાધારણ જનતા સત્તા સુધી પહોંચી રહી છે.

મહત્વનું છે કે રાહુલ ગાંધીએ આજે પીએમ નરેન્દ્ર મોદી અને સંઘ પરિવાર પર હુમલો કરતા જણાવ્યું કે મોદીએ દેશનાં સંવિધાન અને સંવૈધાનિક સંસ્થાઓને કમજોર કરીને તથા દેશને જાતિ અને ધર્મનાં નામ પર અલગ અલગ કરવાની કોશિશ કરતા ભારતની ધર્મનિરપેક્ષ અને સહિષ્ણુ છબીને વિદેશોમાં જબરદસ્ત ચોટ પહોંચાડી છે અને કોંગ્રેસની વિચારધારામાં આ તાકાત છે કે તેઓ સંવિધાન, સંવૈધાનિક સંસ્થાઓ અને દલિતો તેમજ અલ્પસંખ્યક મહિલાઓ સહિત સમાજનાં દરેક લોકોની રક્ષા કરી શકે છે.

You might also like