કૈરાના-સરઘનામાં ઘારા-144 લાગુ, સપા અને બીજેપી નહીં કરી શકે માર્ચ

નવી દિલ્હીઃ હિંદુઓની હિજરતના મામલે યૂપીમાં રાજકિય માહોલ ગરમાયો છે. ઘારાસભ્ય સંગીત સોમની આગેવાની હેઠળ બીજેપી નિર્ભય યાત્રા નિકાળવા માંગતી હતી. ત્યાં જ સમાજવાદી પાર્ટી સદ્ભાવના યાત્રાનું પ્લાનિંગ કરી રહી હતી. જો કે સત્તાધિશોએ બંનેમાંથી કોઇ પણ યાત્રાને મંજૂરી આપી નથી. સાથે જ કૈરાનામાં પરિસ્થિતિને જોતા ઘારા 144 લાગુ કરી દેવામાં આવી છે.

કૈરાના મામલે બીજેપી દ્વારા તપાસ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જે આજે રાજ્યપાલ રામ નાઇકને સોંપવામાં આવશે. જ્યારે કૈરાના, દાદરી અને લખનઉમાં કાયદાકિય વ્યવસ્થાને લઇને યૂપી રાજ્યપાલે સીએમ અખીલેશ યાદવ પાસેથી રિપોર્ટ માંગ્યો છે. નાયક તે રિપોર્ટ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને આપશે.

આ બધાની વચ્ચે શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ યૂપી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે જણાવ્યું કે યૂપીની સરકાર મુસલમાનોની સરકાર છે અને તેમના ભરોસે ચાલે છે. આ મામલે જેડીયૂ સાંસદ અને પ્રવક્તા કેસી ત્યાગીએ જણાવ્યું છે કે આ વિસ્તારમાં કાયદાકિય વ્યવસ્થા ખરાબ છે.  જેને કારણે છેલ્લાં કેટલાંક વર્ષોમાં અહીંથી લોકો હિજરત કરીને અન્ય સ્થળે ચાલ્યાં ગયાં છે.  ત્યારે વિવિધ પાર્ટી તેને સાંપ્રદાયિક મુદ્દો બનાવી રહ્યાં છે.

કૈરાનામાંથી હિંદૂની હિજરત મામલે રાજ્યના સમાજ કલ્યાણ મંત્રી રામગોવિંન્દ ચૌધરીએ ટિપ્પણી કરી છે કે કૈરાનામાં માહોલ બગાડનાર લોકો વિરૂદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવશે.

You might also like