પૂર્વોત્તરમાં જીતથી BJP માટે 2019-લોકસભા ચૂંટણીની રાહ થઇ આસાન…

2014 લોકસભા ચૂંટણીમાં ભારે બહુમતિ સાથે સત્તામાં આવ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારંવાર પોતાની જનસભામાં નોર્થ-ઇસ્ટનો ઉલ્લેખ કર્યો હતો. આજે પૂર્વોત્તરના ત્રણ રાજ્યો ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડના પરીણામ સામે આવ્યાં છે. અત્યાર સુધી મળેલા સમાચાર મુજબ ભાજપે ત્રિપુરામાં ભારે બહુમતિ સાથે પોતાની સરકાર બનાવા જઇ રહી છે.

નાગાલેન્ડમાં ગઠબંધન પાર્ટી સાથે સત્તા મળી શકે તેમ છે જ્યારે મેઘાલયમાં હજી સુધી કોઇપણ પક્ષને સ્પષ્ટ બહુમતિ મળતી દેખાતી નથી. અહીં કોઇપણની સરકાર બની શકે તેમ છે. આમ પીએમ મોદી અને અમિત શાહની જોડીએ ‘કોંગ્રેસ મુક્ત’ અભિયાનની સાથે લેફટનો કિલ્લો (ત્રિપુરા) પણ ધ્વંસ કરી દીધો.

પૂર્વોત્તરની વાત કરીએ તો અસામ, મણિપુર, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં અગાઉથી જ ભાજપની સરકાર બનવાનો રસ્તો સાફ થઇ ગયો છે, જ્યારે નાગાલેન્ડમાં ગઠબંધનની સરકાર બની શકે છે.

આમ પૂર્વોત્તરમાં માત્ર અને માત્ર મિઝોરમમાં કોંગ્રેસની સરકાર રહી છે અને આજના પરીણામ બાદ મેઘાલયમાં કદાચ કોંગ્રેસની સરકાર બને તેવી શક્યતા જોવા મળી રહી છે. જો કે હાલના રૂઝાન જોતા કોંગ્રેસ માટે કદાચ કપરા ચઢાણ રહેશે.

ત્રણ રાજ્યમાં ભાજપને મળેલી જીતથી પીએમ મોદી-અમિત શાહ માટે 2019ની લોકસભાની ચૂંટણીની રાહ આસાન થઇ ગઇ છે. થોડા સમય પહેલા જ મધ્યપ્રદેશના મુંગાવલી અનો કોલારસ વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો.

આ અગાઉ રાજસ્થાનમાં બે લોકસભા અને એક વિધાનસભાની પેટાચૂંટણીમાં પણ ભાજપનો પરાજય થયો હતો. આમ પૂર્વોત્તરમાં ભાજપની જીતે બાદ પીએમ મોદી અને અમિત શાહ સાથે પાર્ટીના કાર્યકર્તાઓમાં ઉત્સાહનું કામ કર્યું છે.

પૂર્વોત્તરમાં મળેલી જીતથી ભાજપને 2019ની લોકસભા ચૂંટણીમાં કાર્યકર્તાઓને ફરી બળ મળશે. ત્રિપુરા અને નાગાલેન્ડમાં પાર્ટીના પ્રદર્શથી લોકસભા ચૂંટણીમાં ભાજપને પૂર્વોત્તરમાં ઘણો ફાયદો જોવા મળશે.

2014 લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન પીએમ મોદી અને અમિત શાહે કોંગ્રેસ મુક્ત ભારતનો નારો આપ્યો હતો જે હાલમાં દેશભરના રાજ્યમાં ભાજપની સરકાર બનતા એવું લાગી રહ્યું છે.

દેશમાં કોંગ્રેસનું હવે બે જ મોટા રાજ્યોમાં શાસન રહ્યું છે જેમાં પંજાબ અને કર્ણાટકનો સમાવેશ થાય છે. આમ હવે એવું કહેવું ખોટુ નથી કે ભાજપ હાલમાં દેશની એકમાત્ર રાષ્ટ્રીય પાર્ટી છે.

You might also like