ભાજપ દ્વારા 6 દિવસ માટે ‘સબરીમાલા રથાયાત્રા’નું આયોજન

કેરળમાં સબરીમાલા મંદિરમાં રીતિ-રિવાજો તેમજ પરંપરાની રક્ષા માટે ભાજપ રસ્તા પર આવી છે. ભાજપ દ્વારા ‘સબરીમાલા બચાવો’ રથયાત્રાનું આયોજન કર્યું છે. કાસરગોડથી શરૂ થનારી રથયાત્રા 6 દિવસ સુધી ચાલશે. આ રથયાત્રાનું સમાપન 13 નવેમ્બરના રોજ સબરીમાલા મંદિર નજીક એરૂમેલિ ખાતે પૂર્ણ થશે.

ભાજપની ‘સબરીમાલા બચાવો’ રથયાત્રાને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ લીલી ઝંડી બતાવી હતી. દક્ષિણ કન્નડના સાંસદ નલિન કુમાર કૈટિલ પણ રથયાત્રાના પ્રારંભે ઉપસ્થિત રહ્યાં. ભાજપ પ્રદેશ અધ્યક્ષ પીએસ શ્રીધરન પિલ્લઇ ‘સબરીમાલા રથયાત્રા’નું નેતૃત્વ કરશે. ભાજપની રથયાત્રા કાસરગોડ જિલ્લાના મધુર મંદિર ખાતેથી રવાના થશે.

કેરળમાં સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશને લઈને વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે આજે ભાજપ દ્વારા સેવ સબરીમાલા રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. ભાજપ દ્વારા આજથી છ દિવસ માટે સેવ સબરીમાલા રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

ભાજપ દ્વારા સબરીમાલા ભગવાન અયપ્પા મંદિરની પરંપરા અને રીતિ રિવાજોના સંરક્ષણ માટે આ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ્ં છે. આ યાત્રા કેરળના કાસરગોડથી શરૂ થઈ છે. ઉલ્લેખનીય છે કે, સબરીમાલા મંદિર મામલે થયેલી હિંસામાં પોલીસે 2 હજાર 61 લોકોની ધરપકડ કરી હતી અને 452 લોકો સામે કેસ દાખલ કર્યો છે.

You might also like