જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં ગાંધીનગર કમલમ્ ખાતે યોજાશે ભાજપની બેઠક

ગાંધીનગરઃ શહેરમાં આવેલાં ભાજપનાં કાર્યાલય કમલમ્ ખાતે પ્રદેશ ભાજપની બેઠક યોજાવાની છે. પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં મળનારી આ બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા તથા મહામંત્રી વી. સતીષ હાજર રહીને માર્ગદર્શન આપશે.

2019ની લોકસભા ચૂંટણી સંદર્ભે ચર્ચા વિચારણા કરવામાં આવશે. આ સાથે જ કાર્યકરો વૃક્ષારોપણ, ગુરૂપૂર્ણિમા નિમિત્તે કાર્યકરો સાથે પણ વિશેષ ચર્ચા વિચારણા કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે હવે આગામી લોકસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે ગાંધીનગર ખાતે કાર્યાલય કમલમ ખાતે ભાજપની બેઠક યોજાવા જઇ રહી છે. ત્યારે તેમાં વિવિધ મુદ્દાઓ પર વિશેષ ચર્ચા વિચારણા કરવામાં આવશે.

You might also like