અનામતનાં લાભ લેનારને ફરી વાર લાભ ના મળવો જોઇએઃ હરીભાઇ ચૌધરી

મહેસાણાઃ સમગ્ર રાજ્યભરમાં અનામતની આંધી ફેલાઇ ગઇ છે. ત્યારે તાજેતરમાં કેન્દ્રીય મંત્રી હરીભાઈ ચૌધરીનું અનમાતને લઈને એક મોટું નિવેદન સામે આવ્યું છે. મહેસાણામાં યોજાયેલા ચૌધરી સમાજનાં સંમેલનમાં કેન્દ્રીય મંત્રીએ હાજરી આપી હતી. તેવામાં આર્થિક ધોરણે અનામતની તરફેણ કરતા ભાજપનાં મંત્રી હરીભાઈ ચૌધરીએ આર્થિક અનામતની તરફેણ કરી છે. જો પિતાએ લાભ લીધો હોય તો દિકરાને અનામત ના મળવી જોઈએ. ભાજપના મોટા OBC નેતાનું મહત્વનું નિવેદન આપ્યું છે.

તેઓએ કહ્યું કે,”હું મંત્રી થયો, હવે મારા દિકરાને અનામત ના મળવી જોઈએ. તમામ સમાજનાં લોકોમાં અનામતની જરૂરિયાતવાળા લોકો છે. સમાજનાં માત્ર 20થી 25 ટકા લોકોએ જ અનામતનો લાભ લીધો છે. અનામતનાં લાભને અન્ય સમાજ સુધી વિસ્તારવાની હવે જરૂર છે. હરીભાઈ હાલમાં બનાસકાંઠાનાં ભાજપનાં સાંસદ છે. કોલસા અને ખાણ રાજ્યમંત્રી તરીકે તેઓ મોદીનાં મંત્રીમંડળમાં છે. આ ઉપરાંત ચૌધરી સમાજમાં પણ હરીભાઈ ચૌધરી વગ ધરાવનાર વ્યક્તિ છે.

હરીભાઇ ચૌધરીએ સમાજ તથા સરકારને સાચી દિશામાં માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, અનામતનો લાભ અન્ય સમાજને પણ મળવો જોઈએ. જે ઉદ્દેશ સાથે અનામતની રચના કરવામાં આવી હતી તેનો લાભ માત્ર 20થી 25 ટકા લોકોને જ પ્રાપ્ત થયો છે. જેથી જે લોકોને એક વખત અનામતનો લાભ મળ્યો હોય તેમને ફરીથી લાભ ન આપવા અંગે પણ હરીભાઈ ચૌધરીએ વાત કહી હતી.

You might also like