BJPને એક વર્ષમાં રૂ.1027.34 કરોડની આવક થઈ: ADR

નવી દિલ્હી: ભાજપે નાણાકીય વર્ષ ર૦૧૭-૧૮ દરમિયાન રૂ.૧૦ર૭.૩૪ કરોડની કુલ આવક જાહેર કરી છે, જેમાંથી ભાજપે ૭૪ ટકા એટલે કે રૂ.૭પ૮.૪૭ કરોડનો ખર્ચ કર્યો છે. અા માહિતી એસોસીએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ (એડીઆર)ના એક રિપોર્ટમાં આપવામાં આવી છે. એડીઆરે એવું પણ જણાવ્યું છે કે કોંગ્રેસે આ વર્ષ માટેનો પોતાનો ઓડિટ રિપોર્ટ પણ જમા કરાવ્યો નથી.

રિપોર્ટ અનુસાર ર૦૧૭-૧૮માં બસપાની કુલ આવક રૂ.પ૧.૭ કરોડ હતી, જેમાંથી પાર્ટીએ માત્ર ર૯ ટકા એટલે કે રૂ.૧૪.૭૮ કરોડનો ખર્ચ કર્યો હતો. એડીઆરના રિપોર્ટ અનુસાર એનસીપી એકમાત્ર એવો પક્ષ છે, જેણે રૂ.૮.૧પ કરોડની કુલ આવક કરતાં વધુ ખર્ચ કર્યો છે. તેનો કુલ ખર્ચ રૂ.૮.૮૪ કરોડ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ર૦૧૬-૧૭ની તુલનાએ ભાજપની આવક ઘટી છે. રૂ.૧૦૪૧.૮૦ કરોડમાં ૮૬ ટકા હિસ્સો સ્વૈચ્છિક રીતે મળેલા ડોનેશનનો છે. ર૦૧૭-૧૮ દરમિયાન ભાજપે જણાવ્યું હતું કે તેણે ચૂંટણી બોન્ડ દ્વારા માત્ર રૂ.ર૧૦ કરોડ જ મેળવ્યા છે.

એનસીપીએ એવો આક્ષેપ કર્યો છે કે ચૂંટણી બોન્ડ હવે ટેક્સ ચોરીનું એક નવું માધ્યમ બની ગયું છે, કારણ કે રાજકીય પક્ષોને આપવામાં આવતા કમિશન આ માધ્યમ દ્વારા આપવામાં આવે છે, જેવું રાફેલ ડીલમાં પણ થયું હતું.

You might also like