ભાજપે રાજ્યસભા માટે પોતાના 12 ઉમેદવારોના નામની યાદી કરી જાહેર

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીએ રાજ્યસભા માટે પોતાના ઉમેદવારોની યાદી રવિવારે જાહેર કરી દીધી છે. તેમાં કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડૂ અને મુખ્તાર નકવી સહિત 12 નેતાઓના નામ છે.

રાજસ્થાનના ચાર અને હરિયાણા, મહારાષ્ટ્ર, બિહાર, ઝારખંડ, ગુજરાત, કર્ણાટક, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢની એક-એક રાજ્યસભા સીટ માટે ભાજપે ઉમેદવારોના નામ સામે આવ્યા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી અને પાર્ટીના ચૂંટણી સમિતિના સચિવ જે પી નડ્ડાએ યાદી જાહેર કરી. આ ઉપરાંત કર્ણાટક, મહારાષ્ટ્ર અને બિહારમાં યોજાનાર વિધાન પરિષદ સભ્યોની ચૂંટણી માટે ત્રણ ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા છે.

રાજ્યસભા માટે ભાજપના ઉમેદવારો

પુરૂષોત્તમ રૂપાલા – ગુજરાત
વેંકૈયા નાયડુ – રાજસ્થાન
પિયુષ ગોયલ – મહારાષ્ટ્ર
નિર્મલા સિતારમણ
મુખ્તાર અબ્બાસ નકવી
ઓમપ્રકાશ માથુર
હર્ષવર્ધન સિંહ
રામકુમાર વર્મા
ચૌધરી વિરેદ્ર સિંહ
અનિલ માધવ દેવ
રામવિચાર નેતામ
ગોપાલ નારાયણ સિંહ
1

You might also like