VIDEO: ગુજરાત વિધાનસભાની પૂજનવિધિમાં રમણલાલ વોરા બૂટ પહેરીને બેસી ગયાં

ગાંધીનગરઃ નવનિર્મિત ગુજરાત વિધાનસભામાં ઉદ્ઘાટન પ્રસંગે પૂજનવિધિ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે વિધાનસભા સંકુલમાં રાજ્યપાલ ઓ. પી. કોહલી દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ, રમણલાલ વોરા, વિરોધ પક્ષનાં નેતા પરેશ ધાનાણી પણ હાજર રહ્યાં હતાં.

તેમજ આ સિવાય કેટલાંક મહાનુભવો પણ આ પૂજનવિધિમાં ઉપસ્થિત રહ્યાં હતાં. ત્યારે આ વિધિમાં રમણલાલ વોરા બુટ પહેરીને બેસી ગયાં હતાં. પરંતુ પાછળથી તેઓને ખ્યાલ આવતા તેઓએ પોતાની ભૂલ સુધારી લીધી હતી.

નવનિર્મિત વિધાનસભાનાં ઉદ્ધાટન પ્રસંગે કરાઇ પૂજનવિધિ
ઓ.પી. કોહલીનાં હસ્તે કરાયું ઉદ્ધાટન
પૂજનવિધિમાં રમણલાલ વોરા બૂટ પહેરી બેસી ગયાં
પછીથી રમણલાલ વોરાએ ભૂલ સુધારીને ઉતાર્યા બૂટ

You might also like