કર્ણાટક ચૂંટણી : ભાજપ 72 ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી

કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે ભાજપે પોતાના થોડા પત્તા ખોલી નાંખ્યા છે. કર્ણાટક વિધાનસભાની 224 વિધાનસભા ચૂંટણીની બેઠકોમાંથી ભાજપે પ્રથમ યાદીમાં 72 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ભાજપના મુખ્યકાર્યાલાયમાં ચાલેલી 4 કલાકની મેરાથાન બેઠક બાદ ભાજપના હાઇકમાન્ડ દ્વારા આ નામની યાદી પર મહોર લગાવી દેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિની ગઇકાલે દિલ્હી ખાતે બેઠક મળી હતી. આ બેઠકમાં પક્ષની સંપૂર્ણ નજર કર્ણાટક ચૂંટણી પર હતી. કર્ણાટકમાં ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર યેદિયુરપ્પાએ 140 ઉમેદવારોના નામની યાદી હાઇકમાન્ડને સોંપી હતી.

એક મળતા અહેવાલ મુજબ આ યાદીમાં યેદિયુરપ્પાએ પોતાના પસંદીગીના ઉમેદવારોના નામ સોંપ્યા હતા. આ યાદીમાંથી હાઇકમાન્ડે પ્રથમ યાદીમાં 72 નામો પર મંજૂરીની મહોર મારી દીધી છે. યેદિયુરપ્પા પોતે શિકારીપુર બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડશે.

કર્ણાટકમાં હાલ કોંગ્રેસની સરકાર છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી છેલ્લા કેટલાક સમયથી કર્ણાટકની અવારનવાર ચૂંટણીલક્ષી મુલાકાત લઇ રહ્યાં છે. રાજ્યમાં સત્તારૂઢ કોંગ્રેસની સિદ્ધારમૈયાની સરકારને બચાવવાની કોશિષ કરી રહ્યાં છે. જો કે હાલમાં કર્ણાટકમાં ભાજપ તરફથી જોરદાર ટક્કર મળી રહી છે.

કર્ણાટક વિધાનસભાની 224 બેઠક પર એક ચરણમાં 12 મેના રોજ મતદાન યોજાશે. જ્યારે મતોની ગણતરી 15 મે નારો કરવામાં આવશે. કર્ણાટકની કોંગ્રેસ સરકાર પાસે હાલમાં 122 બેઠક છે. જ્યારે ભાજપ 43 અને જેડીએસની પાસે 37 બેઠક છે. આ વખતે ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંનેની નજર લિંગાયત મત પર છે.

થોડા સમય પહેલા જ રાજ્યની સિદ્ધારમૈયા સરકારે લિંગાયતને ધાર્મિક અલ્પસંખ્યકનો દરજ્જો આપવા અંગે પ્રસ્તાવના રાખી હતી. હવે આ મામલો કેન્દ્ર સરકારને વિચારાધીન છે. વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ આ મુદ્દાને માસ્ટરસ્ટ્રોક તરીકે માની રહી છે.

You might also like