વિરોધ પક્ષનાં નેતા પરેશ ધાનાણીનાં ગઢમાં પડ્યું ગાબડું

અમરેલીઃ વિરોધ પક્ષનાં નેતા પરેશ ધાનાણીનાં ગઢમાં ગાબડું પડ્યું છે. અમરેલી નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસની હાર થઈ છે. અમરેલી, સાવરકુંડલા બાદ હવે બગસરા નગરપાલિકાની ચૂંટણીમાં પણ કોંગ્રેસે સત્તા ગુમાવી છે. ભાજપે કોંગ્રેસ પાસેથી બગસરા નગરપાલિકાની બેઠકો આંચકી લીધી છે. અમરેલીમાં નગરપાલિકાનાં પ્રમુખ પદે ભાજપનાં ચંપાબેન બઢિયાની વરણી કરવામાં આવી છે.

જ્યારે ઉપપ્રમુખ પદે નિતેષ ડોડિયાની વરણી કરાઈ છે. કોંગ્રેસનાં 4 બળવાખોર સભ્યોએ ભાજપને સમર્થન આપતાં ભાજપનાં ઉમેદવારોની જીત થઈ છે અને સાવરકુંડલા નગરપાલિકાનાં પ્રમુખ તરીકે વિપુલ ઉનાવા ચૂંટાયાં છે. જ્યારે ઉપપ્રમુખ તરીકે ભાવેશ હિંગ ચૂંટાયાં છે.

ઉલ્લેખનીય છે કે અમરેલી, સાવરકુંડલા, અને બગસરા પાલિકાનાં પ્રમુખ-ઉપપ્રમુખ પદ માટે યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસનાં આંતરિક જૂથવાદને કારણે જ કોંગ્રેસને હાર સહન કરવી પડે છે અને ભાજપે ત્રણેય પાલિકા પર સત્તા મેળવી લીધી છે. અમરેલીની ત્રણેય પાલિકામાં ભાજપનાં પ્રમુખ અને ઉપપ્રમુખ ચૂંટાઇ આવતાં વિપક્ષનાં નેતા પરેશ ધાનાણીનાં ગઢમાં ફરીથી એક વાર ગાબડું પડ્યું છે.

You might also like