ભાજપના પ્રમુખપદે આજે અમિત શાહની તાજપોશી

નવી દિલ્હી : ભાજપના અધ્યક્ષ પદ ઉપર અમિત શાહની ફરીથી તાજપોશી થશે. આવતીકાલે આ પ્રસંગને યાદગાર બનાવવા માટે પક્ષના હેડ કવાટરમાં તમામ તૈયારીઓ થઇ ગઇ છે. દેશભરમાંથી ૧પ૦૦થી વધુ પ્રદેશ અને જિલ્લાના નેતાઓને દિલ્હી બોલાવવામાં આવ્યા છે.

 

શાહની મજબૂતી બતાડવા માટે પક્ષ તરફથી કેન્દ્ર સરકારના તમામ પ્રધાનોને નિર્દેશ અપાયા છે કે, તેઓ પક્ષના હેડ કવાટર ઉપર હાજર રહે. અમિત શાહની ઉમેદવારીની ઔપચારિકતા પૂરી કરી લેવામાં આવી છે.

 

આજે દેશભરમાંથી રપ૦થી વધુ નેતાઓ હેડ કવાટર પહોંચીને અમિત શાહના ઉમેદવારી પત્રોના સેટ ભરી રહ્યા છે.  પીએમ મોદીએ આજે અમિત શાહની ટીમ માટે ડીનર પાર્ટી યોજી છે. જેમાં પ્રધાનો ઉપરાંત પ્રદેશ પ્રમુખો અને કારોબારીના સભ્યો પણ હાજર રહેશે.

You might also like