મોદી સરકાર પોતાના વાયદા પર ખરી ઉતરી: અમિત શાહ

કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારને આજે 4 વર્ષ પુરા થયા છે. આ પ્રસંગે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પ્રેસ કોન્ફ્રન્સ કરીને સરકારના કામકાજનો હિસાબ રજુ કર્યો હતો.

ભાજપના અધ્યક્ષે મોદી સરકારના ચાર વર્ષ પુરા થવા પર અભિનંદન પાઠવતા કહ્યુ કે સરકાર પોતાના વાયદાઓ પર ખરી ઉતરી છે. તેમણે કહ્યુ કે ભાજપને ગૌરવ છે કે મોદીના નેતૃત્વમાં અમે ભ્રષ્ટાચાર વિહીન, કડક નિર્ણયો કરનારી અને ગરીબ- ગામ- ખેડુતોના હિતાને સમજનારી સરકાર આપી છે.

 

શાહે કહ્યુ તે આઝાદી બાદ પહેલી વાર કોઈ નોન કોંગ્રેસી દળની પૂર્ણ બહુમતીની સરકાર બની છે. શાહે કહ્યુ હતુ કે આ એક યુગનો અંત કરનારો જનાદેશ હતો. તેમણે કહ્યુ કે આવા સમયમાં નરેન્દ્ર મોદી સરકાર આવી જ્યારે દેશની જનતા મલ્ટી પાર્ટી ડેમોક્રેસી સિસ્ટમ પરથી ભરોસો ગુમાવી ચુકી હતી.

You might also like