Header

ભાજપની રાષ્ટ્રીય પરિષદની બેઠક માટે પાર્ટી કાર્યકર્તાઓ શીખી રહ્યા છે હિંદી

થિરૂવનંતપુરમ : કોઝીકોડમાં ભાજપનાં ત્રણ દિવસીય રાષ્ટ્રીય પરિષદ અને કાર્યકારીણીની બેઠક માટે પાર્ટી કાર્યકર્તાઓ હિન્દી શીખી રહ્યા છે. ભાષાનાં કારણે પેદા થનારીસમસ્યાઓને દુર કરવા માટે કાર્યકર્તાઓને હિંદી શિખવવામાં આવી રહી છે. આ બેઠકમાં વડાપ્રધાન મોદી પણ હાજર રહેવાનાં છે.

કેરળ અને પાડોશી રાજ્યોનાં લગભગ 549 કાર્યકર્તાઓને સામાન્ય બોલચાલનાં હિન્દી અને અંગ્રેજી શબ્દો શિખવવામાં આવી રહ્યા છે. આ બેઠકમાં દેશનાં અલગ અલગ વિસ્તારોમાંથી 3000 જેટલા કાર્યકર્તાઓ આવવાનાં છે. પાર્ટી કાર્યકર્તાઓમાં ઓછામાં ઓછા 60 શબ્દો અને વાક્યો યાદ કરવા માટે આપવામાં આવ્યા છે જે સામાન્ય રીતે બોલચાલમાં ઉપયોગ થાય છે. આ બેઠકમાં અલગ અલગ કેન્દ્રીય મંત્રીઓ, ભાજપ શાસિત રાજ્યોનાં મુખ્યમંત્રીઓ, સાંસદો, પાર્ટીનાં રાષ્ટ્રીય નેતાઓ ભાગ લે તેવી શક્યતાઓ છે.

ભાજપની પ્રદેશ સમિતીનાં સભ્ય અને કાર્યકર્તા પ્રકોષ્ઠનાં પ્રમુખ શજુમોન વેટ્ટાકાડે કહ્યું કે, ખાદ્ય, પરિવહન, સ્વાગત, આવાસ સહિત 33 વિભાગો માટે કાર્યકર્તાઓ ગોઠવવામાં આવ્યા છે. તેમાં ભાગ લેનારા 90 ટકા પાર્ટી કાર્યકર્તાઓ હિંદી પટ્ટીનાં છે જેનાં કારણે કાર્યકર્તાઓને હિંદી શીખવવામાં આવી રહ્યું છે.

You might also like