વેંકૈયા નાયડુ બન્યા NDAનાં ઉપરાષ્ટ્રપતિ પદનાં ઉમેદવાર

નવી દિલ્હી : ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે એનડીએ ઉમેદવાર પર નિર્ણય ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની ચાલી રહેલી બેઠક બાદ લેવામાં આવી શકે છે. માનવામાં આવે છે કે એનડીએનાં ઉપરાષ્ટ્રપતિપદનાં ઉમેદવાર દક્ષિણ ભારતથી થઇ શકે છે. શહેરી વિકાસ મંત્રી અને ભાજપનાં પુર્વ અધ્યક્ષ વેંકૈયા નાયડૂનું નામ સૌથી વધારે મજબુત માનવામાં આવે છે.

બીજી તરફ કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડૂનું નિવેદન આવ્યું છે, તેમણે કહ્યું કે પાર્ટી જે નિર્ણય કરશે તે તેમને મંજૂર હશે. જો કે નાયડૂ ઉપરાંત મહારાષ્ટ્રનાં રાજ્યપાલ સી. વિદ્યાસાગર રાવ અને પશ્ચિમ બંગાળનાં ગવર્નર કેસરીનાથ ત્રિપાઠીનું નામ પણ ચર્ચાઓમાં છે. કહેવામાં આવે છે કે ભાજપની આગેવાનીવાળી ભાજપ દળની બેઠખ થશે કારણ કે ગઠબંધન સભ્યો પણ રાજ્યસભામાં સંખ્યા ઓછી છે. જેથી એનડીએનાં પ્રયાસો તમામ દળોને સ્વિકાર્ય ઉમેદવાર પસંદ કરવાની છે.

જો કે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં એનડીએ ઉમેદવારનું સમર્થન કરી રહેલ જેડીયું ઉપરાષ્ટ્રપતિ માટે યુપીએનાં ઉમેદવારનાં પક્ષમાં છે. બીજી તરફ કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએએ રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીનાં પૌત્ર ગોપાલ કૃષ્ણ ગાંધીનાં પૌત્ર ગોપાલ કૃષ્ણ ગાંધીને પોતાનાં ઉપરાષ્ટ્રપતિ પદનાં ઉમેદવાર બનાવ્યા છે.

You might also like