ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડનો અંતિમ દિવસ, સૌરાષ્ટ્ર ઝોનના 10 જિલ્લાની 31 બેઠકો અંગે ચર્ચા

આજે ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો અંતિમ દિવસ છે. સૌરાષ્ટ્ર ઝોનના 10 જિલ્લાઓની 31 બેઠકો બાબતે ચર્ચા હાથ ધરાશે. જેમાં રાજકોટ, મોરબી, જામનગર જિલ્લાની બેઠકો અંગે ચર્ચા કરવામાં આવશે. તેમજ દેવભૂમિ દ્વારકા, જામનગર, અમરેલી, પોરબંદર બેઠકો અંગે ચર્ચા થશે. ગીર-સોમનાથ, જૂનાગઢની બેઠકો બાબતે પણ ચર્ચા કરવામાં આવશે. નિરીક્ષકો, સંકલન સમિતિના સભ્યો સાથે ઉમેદવારો બાબતે ચર્ચા થશે. આજની બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની અધ્યક્ષતામાં યોજાશે. અંતિમ દિવસની બેઠક બાદ પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોની અલગ બેઠક યોજશે. ઉમેદવારોની યાદી કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડમાં રજૂ કરવામાં આવશે.

You might also like