રાષ્ટ્રપતિ સંયુક્ત ઉમેદવારની કવાયત્ત : સોનિયા ગાંધીને મળ્યા ભાજપ નેતા

નવી દિલ્હી : રાષ્ટ્રપતિ ચૂંટણીનાં મુદ્દે ચાલી રહેલ દંગલ હવે મહત્વનાં વળાંક પર પહોંચી ચુકી છે. હાલ આ મહત્વની ચૂંટણી અંગે જે સમાચારો સામે આવી રહ્યા છે તે સંયુક્ત ઉમેદવારની કવાયત તરફ ઇશારો કરી રહ્યું છે. રાષ્ટ્રપતિ ચૂંટણી અંગે ભાજપની કમિટી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે શુક્રવારે મુલાકાત કરવાનાં છે. સમાચાર એજન્સીનાં અનુસાર ભાજપની ટીમ સોનિયા ગાંધી અને સીપીએમ નેતા યેચૂરી સાથે શુક્રવારે મુલાકાત કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે, ભાજપે રાષ્ટ્રપતિ ચૂંટણી જોતા 3 લોકોની એક કમિટી બનાવી છે. આ કમિટીમાં વેકૈંયા નાયડૂ, રાજનાથસિંહ અને અરૂણ જેટલીનો સમાવેશ થાય છે. રાજનાથસિંહ અને વેંકૈયા નાયડૂ પહેલા જ આ મુદ્દે એનપીસી નેતા પ્રફુલ્લ પટેલ અને બસપા સતીષ મિશ્રા સાથે વાત કરી ચુક્યા છે. તે ઉપરાંત આ બંન્ને નેતાઓએ ભાજપનાં વરિષ્ઠ નેતાઓ સાથે થયેલી બેઠકમાં વડાપ્રધાન મોદી પણ રાષ્ટ્રપતિની પસંદગી મુદ્દે ચાલી રહેલી ગતિવિધિઓ સાથે અવગત કરાવ્યા છે.

ભાજપ તરફતી આ કવાયત્તને સંયુક્ત ઉમેદવારનાં સંકેત રૂપમાં જોવામાં આવી રહ્યું છે. સોનિયા ગાંધી આ સમયે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં સરકારને પડકાર આપવા માટે વિપક્ષની એકજુથતામાં કેન્દ્રીય ભુમિકા ભજવી રહી છે. તેવામાં ભાજપ તરફથી સોનિયા અને યેચૂરી સાથે આ મુલાકાતને ઘણી મહત્વની સમજવામાં આવી રહી છે. બીજી તરફ સમાચાર એવા પણ છે કે, રાષ્ટ્રપતિ પદ માટે એનડીએ ઉમેદવાર 23 જૂને પોતાની ઉમેદવારી દાખલ કરી શકે છે.

બીજી તરફ બુધવારે વિપક્ષનાં નેતાઓએ પણ રાષ્ટ્રપતિ ચૂંટણી મુદ્દે સંસદની બેઠક કરી હતી. આ બેઠકમાં કોંગ્રેસ ઉપરાંત લાલૂ, સીતારામ યેચૂરી અને રામગોપાલ યાદવ સહિત અન્ય નેતાઓએ ભાગ લીધો છે. બેઠક બાદ કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે આ પહેલી બેઠક હતી. આજે કોઇ નામ પર ચર્ચા નથી થઇ.

You might also like