દિલ્હીમાં ભાજપનું હાઈટેક મુખ્ય કાર્યાલય બનાવાશે

નવી દિલ્હી: દિલ્હીના દીનદયાળ ઉપાધ્યાય માર્ગ પર ભાજપનું નવું હાઈટેક મુખ્ય કાર્યાલય બનાવવામાં આવશે. 70 રૂમવાળા આ હાઈટેક હેડ કવાર્ટરની શિલાન્યાસ વિધિ વડા પ્રધાન મોદીના હસ્તે કરવામાં આવશે. આ માટે આગામી 18મી ઓગસ્ટે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

દિલ્હીમાં આવું ભવન બનાવવાની પહેલ નીતિન ગડકરીના કાર્યકાળ વખતે કરવામાં આવી હતી. અને તે માટે ભાજપે બે વખત નકશા પણ તૈયાર કરાવ્યા હતા. પરંતુ તે સમયે આ ભવન બનાવવાની વાત આગળ વધી શકી ન હતી. અને હવે આ ભવન બનાવવા માટે ત્રીજો નકશો તૈયાર કરવામાં આવી રહ્યો છે.

હેડ કવાર્ટરમાં ખાસ શું હશે?
ભાજપનું મુખ્ય કાર્યાલય કુલ 8000 સ્કેવર મીટર જમીન પર બનાવવામાં આવશે. જેમાં બે ભવન બનાવવામાં આવશે. જેમાં એક ભવન સાત માળનું અને બીજું ભવન ત્રણ માળનું રહેશે. આ ભવનમાં કુલ 70 રૂમ બનાવવામાં આવશે.

ડિજિટલ લાઈબ્રેરી- સિક્યોરિટી સિસ્ટમ…..
ભાજપના આ નવા કાર્યાલયમાં અતિ આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવશે. જેમાં સમગ્ર સંકુલને વાઈ ફાઈ યુકત બનાવવામાં આવશે. તેમજ તેમાં ડિજિટલ લાઈબ્રેરી અને ડિજિટલ સિકયોરિટી સિસ્ટમ ઊભી કરવામાં આવશે. તેમજ મુખ્ય કાર્યાલયના પ્રવેશદ્વાર પર ઓટોમેટિક ડોર લગાવવામાં આવશે. આ સિવાય અનેક પ્રકારની હાઈટેક સુવિધા ઊભી કરવામાં આવશે. આ માટે હાલ તડામાર તૈયારી ચાલી રહી છે.

You might also like