ભાજપના નવા કાર્યાલયનું અધ્યક્ષ અમિત શાહના હસ્તે ભૂમિપૂજન

નવી દિલ્હીઃ કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પક્ષનું સરનામું હવે બદલાઈ જવાનું છે. ભાજપના અધ્યક્ષ અમિત શાહે આજે રક્ષાબંધનના દિવસે દીનદયાળ ઉપાધ્યાય માર્ગના પ્લોટ નં. ૬ પર નવા કાર્યાલયના નિર્માણ માટે ભૂમિ પૂજન કર્યું હતું. થોડા સમય બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાજપના નવા કાર્યાલયનો શિલારોપણ વિધિ કરશે.

ભૂમિ પૂજનનો કાર્યક્રમ આજે સવારે ૧૦.૦૦ વાગ્યાના શુભ મુહૂર્તમાં રાખવામાં આવ્યો હતો, પરંતુ તેના પહેલાં જ ભૂમિ પૂજન કરી દેવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપ સંસદીય બોર્ડના તમામ સભ્યો, તમામ પૂર્વ અધ્યક્ષો, ભાજપના તમામ કેન્દ્રીય પ્રધાનો, ભાજપ શાસિત રાજ્યોના તમામ મુખ્યપ્રધાનો, તમામ રાજ્યોના પ્રદેશ અધ્યક્ષો અને ભાજપના રાષ્ટ્રીય પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

ભાજપના નવા કાર્યાલયનું પૂજન-અર્ચન સાથે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. હાલ ૧૧, અશોક રોડ ખાતે આવેલ ભાજપનું કાર્યાલય ૧૯૮૧માં ફાળવવામાં આવ્યું હતું. ત્યાર બાદ ભાજપની જેમ જેમ જરૂર વધતી ગઈ તેમ તેમ પક્ષે પોતાના કાર્યાલયનું કદ વધારવાનું શરૂ કર્યું હતું. છેલ્લા દોઢ વર્ષથી ૧૧, અશોક રોડ પર પક્ષનું કાર્યાલય ચાલી રહ્યું હતું.

ભાજપનું નવું કાર્યાલયમાં ૨૦૧૮માં તૈયાર થઈ જશે. ત્યાર બાદ ૨૫ ડિસેમ્બરે એટલે કે પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિને પક્ષનું કાર્યાલય ૧૧, અશોક રોડથી ખસેડીને ૬, િદનદયાળ ઉપાધ્યાય માર્ગ પર લઈ જવામાં આવશે. દિનદયાળ ઉપાધ્યાય માર્ગ પર ભાજપનું નવું કાર્યાલય બે એકર જમીન પર નિર્માણ પામશે.

You might also like