ઉત્તરપ્રદેશમાં મુખ્યમંત્રી પદનાં ઉમેદવાર વગર જ લડાશે ચૂંટણી

બરેલી : ભાજપે હવે અધિકારીક રીતે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે ઉતરપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે મુખ્યમંત્રી પદનો કોઇ ચહેરો નહી હોય. પાર્ટીનાં જેટલા મુખ્યમંત્રી કોણ હશે, તે ચૂંટણી બાદ ભાજપનુ સંસદીય બોર્ડ નક્કી કરશે. યુપી ભાજપના અધ્યક્ષ કેશવ પ્રસાદ મોર્યએ રવિવારે જાહેરાત કરી કે તેમની પાર્ટી કોઇને ચહેરો બનાવ્યા વગર ચૂંટણી લડશે.

મોર્યએ બરેલીમાં પત્રકારો સાથે ચર્ચા દરમિયાન એક સવાલનાં જવાબમાં કહ્યું કે 2017માં ઉતરપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે તમામ રાજનીતિક દળોને ભાજપના મુખ્યમંત્રી પદનાં ચહેરાનો ઇન્તજાર છે. ભાજપ પોતાની સ્પષ્ટ નીતિ પર ચાલતા કોઇ ચહેરા વગર જ ચૂંટણી લડશે. કેશવ પ્રસાદ મોર્યએ કહ્યું કે ભાજપ વિશ્વની સૌથી મોટી અને સાચી લોકશાહી પાર્ટી છે.

પાર્ટીનો દરેક કાર્યકર્તા મુખ્યમંત્રીનો ચહેરો છે, એટલા માટે મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરવાની જરૂર નથી. તેમણે કહ્યું કે ભાજપે અસમ અને દિલ્હીમાં મુખ્યમંત્રી પદનો ચહેરો બનાવ્યો હતો. જેમાં તેમને આસામમાં જીત મળી પરંતુ દિલ્હીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યાર બાદ હરિયાણા, મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ચહેરો જાહેર કર્યા વગર ચૂંટણી લડ્યા હતા. ત્યાં પાર્ટીની જીત થઇ હતી.

ભાજપનાં નેતાએ દાવો કર્યો કે સુબામાં આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 300થી વધારે સીટો જીતશે અને કેન્દ્રીય સંસદીય બોર્ડ જેનું પણ નામ જાહેર કરશે, રાજ્યનાં ધારાસભ્ય તેને જ મુખ્યમંત્રી માનશે. બરેલી બાદ બદાયુ પહોંચેલા મોર્યએ વિધાનસભા બુથ સ્તરીય કાર્યકર્તાઓની સાથે સમીક્ષા બેઠક કરી.

You might also like